In Ali Asgar vs Turkey Ice Cream Man, It's The Actor's Reaction That Wins
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Video: આઈસ્ક્રીમ વાળાએ ઉડાવી ‘કપિલ શર્માના દાદી’ની મજાક, પછી થયું જોવા જેવું…

Video: આઈસ્ક્રીમ વાળાએ ઉડાવી ‘કપિલ શર્માના દાદી’ની મજાક, પછી થયું જોવા જેવું…

 | 8:37 pm IST

કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’માં કપિલની દાદીનો રોલ ભજવનાર અલી અઝગરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને તમે પણ હસવાનું રોકી નહીં શકો. તેમે સોશિયલ મીડિયા પર ટર્કિશ આઈસ્ક્રીમના વિડીયો જોયા હશે જ્યાં કોન બનાવતી વખતે વેન્ડર ખૂબ આનંદ ઉઠાવે છે.

અલી અઝગર પણ ટર્કિશ આઈસ્ક્રીમ વાળા પાસે પહોંચ્યો હતો. વેન્ડરે તેમની સાથે પણ ખૂબ મજાક કરી હતી. જેને જોઇને તમને પણ મજા આવી જશે. ઘણા લોકો તેમના પર ગુસ્સો કરી બેસે છે, પરંતુ અલીએ ખૂબ સદીથી વેન્ડર સાથે મજા કરી હતી.

અલી અઝગરને કોમિક ટાઈમિંગના નામથી ઓળખવામાં આવે છે. અલી અઝગર સાથે પણ કંઇક આવું જ થયું હતું. વિડીયોમાં જોઈ શકો છો કે અલી દુકાનની બહાર ઉભો રહે છે અને વેન્ડર તેમની માટે આઈસ્ક્રીમ કોન તૈયાર કરી રહ્યો છે. અલી અઝગર કોનને પકડવાની કોશિશ કરે છે, પરંતુ કોન તેમના હાથમાં નથી આવતો.

કોન પકડવાની તેઓ ઘણી મહેનત કરે છે, પરંતુ તેમના હાથમાં નથી આવતો. થોડા સમય પછી તેઓ ગુસ્સે થઇ જાય છે અને તેની સામે ગુસ્સામાં જોવા લાગે છે. તેઓ વારંવાર કોશિશ કરતા રહે છે. રિયલમાં તેઓ મજાકીય અંદાજમાં ગુસ્સામાં જોતો હોય છે. જેને જોઇને તમને પણ હસવું આવશે.