Kapil Sharma Singing Do Lafzo'n Ki Kahani Song
  • Home
  • Featured
  • કૉમેડીયન જ નહીં, અદ્ભુત સિંગર પણ છે કપિલ, ગાયું ‘બીગ બી’ની ફિલ્મનું ફેમસ સૉન્ગ

કૉમેડીયન જ નહીં, અદ્ભુત સિંગર પણ છે કપિલ, ગાયું ‘બીગ બી’ની ફિલ્મનું ફેમસ સૉન્ગ

 | 5:02 pm IST

કપિલ શર્માએ ટેલીવિઝન પર ધમાકેદાર પૂનરાગમન કર્યું છે. તે પોતાના કૉમેડી શૉ ‘ધ કપિલ શર્મા શૉ’ સાથે પરત ફર્યો છે. કપિલ શર્મા મલ્ટીટેલેન્ટેડ છે અને આ વાતનો ઇશારો તે સમયાંતરે કરતો રહે છે. કપિલ શર્મા ઘણું શાનદાર ગાઈ પણ શકે છે. કપિલ શર્માનાં સિંગિંગની તારીફ લતા મંગેશકર પણ કરી ચુક્યા છે. આમ પણ કપિલ શર્માં ટ્રેન્ડ સિંગર છે. તે પોતાના કેરિયરને ફરી પાટા પર લાવી રહ્યો છે અને તેણે પોતાની યૂટ્યૂબ ચેનલ પર વિડીયો નાંખવાનું શરૂ કર્યું છે.

કપિલ શર્માનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ધ ગ્રેટ ગેમ્બલર’નાં સૉન્ગ ‘દો લફ્ઝોં કી હૈ…” ગાઈ રહ્યો છે. કપિલ શર્મા એક વિડીયોમાં મીકા સિંહ સાથે ગાતો જોવા મળે છે. આટલું જ નહીં, કપિલ શર્મા મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ પણ વગાડી કહ્યો છે. કપિલ શર્માએ આ વિડીયો પોતાની યૂટ્યૂબ ચેનલ પર પૉસ્ટ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન