sunil grover kapil sharma attend salman khan family party together
  • Home
  • Featured
  • Photos: સલમાન ખાને આપી ભવ્ય પાર્ટી, કપિલ શર્મા- સુનિલ ગ્રોવર વિવાદ છોડી સાથે દેખાયા

Photos: સલમાન ખાને આપી ભવ્ય પાર્ટી, કપિલ શર્મા- સુનિલ ગ્રોવર વિવાદ છોડી સાથે દેખાયા

 | 10:49 am IST

બોલીવુડ એક્ટર સોહેલ ખાનની પત્ની સીમા ખાનનો બર્થડે હોવાથી સેલિબ્રેશન કરવામાં આવ્યુ હતુ. આ પાર્ટીમાં ખુબજ વ્યસ્ત હોવા છતાં સલમાન ખાસ હાજર રહ્યો હતો. સલમાનની સાથે યૂલિયા વંતૂર પણ આ પાર્ટીમાં હાજર રહી હતી. સૌથી ખાસ આ પાર્ટીમાં સુનીલ ગ્રોવર અને કપિલ શર્માની એન્ટ્રી રહી હતી. આઈ બંને સ્ટાર્સ અંગત વિવાદ બાદ એક સાથે નજરે ચડ્યા હતા. સલમાન ખાનની આ ફેમિલી પાર્ટી હતી.

સલમાન ખાનના કારણે જ આ બંને કોમેડિયનો વચ્ચે સબંધ છે તેવુ કહી શકાય. થોડા સમય પહેલા સમાચાર વહેતા થયા હતા કે સુનીલ ગ્રોવર અને કપિલ શર્મા વચ્ચે સલમાન ખાને જ સમાધાન કરાવ્યુ હતુ. હવે એવુ લાગી રહ્યુ છે કે ફરી એકવાર આ દિગ્ગજ કલાકારો એક સાથે કામ કરશે. જો કે હજુ સુધી વિવાદ બાદ કપિલના શોમાંથી નીકળી ચુકેલો સુનિલ ગ્રોવર આ શોમાં ફરી દેખાયુ નથી.

આમ જોવા જઈએતો હાલ આ બંને કલાકારોની કેરિયરની કમાન્ડ સલમાન ખાનના હાથમાં જ છે. એક બાજુ સલમાન ખાન કપિલ શર્મા શોના પ્રોડ્યુસર છે. તો બીજી બાજુ સલમાન ખાનની ફિલ્મ ભારતમાં સુનીલ ગ્રોવર મહત્વનો રોલ નિભાવતો નજરે ચડશે. આવામાં દબંગ ખાન સાથે દુશ્મની ફાયદામાં નથી. આજ કારણે બંને સ્ટાર્સ અંગત અદાવત છોડીને સલમાનની પાર્ટીમાં પહોંચ્યા હતા.

સલમાનના નાના ભાઈ સોહેલ ખાનની પત્ની સીમા ખાનના બર્થડે સેલિબ્રેશનમાં અરબાઝ પોતાની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા સાથે પહોંચ્યો હતો. અરબાઝે તેની ગર્લફ્રેન્ડ અંગે કહ્યુ કે તે એક શાનદાર પાર્ટનર છે, મને ખુશી છે કે તે મને પોઝિટીવ રાખવામાં મદદ કરે છે. તેણે મને જિંદગીમાં આગળ વધવાની પ્રેરણા આપી હતી. પાર્ટીમાં પ્રીટી ઝિન્ટા તેના પતિ સાથે નજરે ચડી હતી.

મલાઈકા સાથે અરબાઝના સંબંધ તૂટ્યા પછી પણ અમૃતા અરોરા સલમાન ખાનના પરિવારની ખુબજ નજીક છે અને અવાર નવાર ખાન પરિવાર સાથે જોવા મળે છે. આ પાર્ટીમાં પણ તે તેના પતિ સાથે આવી હતી. આ પાર્ટીમાં બોબી દેઓલ પણ જોવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન