કપિલ શર્મા પોતાની પંજાબી ફિલ્મમાં ગીત ગાશે!

159

કોમેડિયન એક્ટર કપિલ શર્માએ એક વિના શીર્ષક પંજાબી ફિલ્મનું નિર્માણ કર્યું છે. આ ફિલ્મમાં તે પોતે કેટલાક પંજાબી ગીત ગાતો જોવા મળવાનો છે. ફિલ્મમાં લીડ તરીકે દમનપ્રીતસિંહ જોવા મળવાનો છે. તેણે જણાવ્યું હતું કે કપિલે આ પંજાબી ફિલ્મના નિર્માણ સાથે તેમાં બે-ત્રણ ગીતો પણ ગાયાં છે. ફિલ્મનું નામ હજી વિચારાધીન છે. દમનપ્રીતે જણાવ્યું હતું કે કપિલ તેમાં અભિનય કરવાનો નથી, પરંતુ પોતાના સૂરોના જાદુથી તે ફિલ્મનો પ્રચાર કરવાનો છે. દમનપ્રીત લાઇફ ઓકે પર શરૂ થનારા નવા શો શેર એ પંજાબ : મહારાજા રણજિત સિંહમાં લીડ રોલમાં જોવા મળવાનો છે. દમનપ્રીતે જણાવ્યું હતું કે હું મૂળ ચંડીગઢનો છું. મેં મુંબઇમાં ઓડિશન આપ્યું હતું અને હું શો માટે તેમ જ ફિલ્મ માટે પસંદગી પામ્યો છું. હાલ હું નવમા ધોરણમાં છું. અભિનય માટે હું શિક્ષણને જાકારો આપી શકું એમ નથી અને એટલે જ શૂટિંગના સેટ પર મને રોજ બે-ત્રણ કલાક ભણાવવા શિક્ષક આવે છે. ફિલ્મમાં તેમ જ શોમાં હું લીડ રોલમાં છું.