Kapil Sharma's wheelchair mystery There was a back injury in the gym
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ખુલાસો: આ કારણે કપિલ શર્માને એરપોર્ટથી બહાર નીકળવા વ્હીલચેરનો સહારો લેવો પડ્યો

ખુલાસો: આ કારણે કપિલ શર્માને એરપોર્ટથી બહાર નીકળવા વ્હીલચેરનો સહારો લેવો પડ્યો

 | 3:27 pm IST
  • Share

પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્મા (Kapil Sharma) તાજેતરમાં જ મુંબઇ એરપોર્ટ (Mumbai Airport) પર જોવા મળ્યો હતો. કપિલ શર્મા આ દરમિયાન વ્હીલચેર પર બેઠેલો જોવા મળ્યો હતો. જેના કારણે તેના ફેન્સ ચિંતાતુર બની ગયા હતા અને તેઓ જાણવા માંગતા હતા કે આખરે કપિલને શું થયું છે? જોકે હવે તેના વિશે કપિલ શર્માએ પોતે ખુલાસો કર્યો છે.

કપિલ શર્માએ આ અંગે જણાવ્યું છે કે,’હું ઠીક છું, માતા જિમમાં બેક ઇન્જરી થઇ હતી. થોડા દિવસોમાં તે ઠીક થઇ જશે. તમારી પ્રેમ માટે આભાર.’ કપિલ શર્માએ ગઇ કાલે તમામ લોકોને દંગ કરી દીધા હતા જ્યારે તે એરપોર્ટની બહાર વ્હીલચેરમાં બેસીને નીકળ્યો હતો. આ દરમિયાન તેણે માસ્ક પણ પહેર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

શૂટિંગ પૂર્ણ કરીને પરત ફરી રહ્યો હતો.

મુંબઇ એરપોર્ટ પર કપિલ શર્મા મીડિયાને જોઇ ભડકી ગયો હતો અને આ દરમિયાન તેણે ફોટોગ્રાફરને અપશબ્દો પણ કહ્યા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો.

જણાવી દઇએ કે, ગત કેટલાક દિવસ પહેલા જ કપિશ શર્માનો શો બંધ થયો છે. જોકે આ શો હંમેશા માટે બંધ નથી થયો. થોડા દિવસના વિરામ બાદ આ શો ફરીથી શરૂ થશે. અત્યાર સુધી કોરોના મહામારીના કારણે શોમાં દર્શકો હાજર રહેતા ન હતા. પરંતુ જ્યારે શો ફરીથી શરૂ થશે ત્યારે તેમા ઓડિયન્સ જોવા મળશે. .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન