'મોદીજી'ની મરજીથી નહી ભગવાનની ઇચ્છાથી અયોધ્યામાં બનશે મંદિર: કપિલ સિબ્બલ - Sandesh
  • Home
  • India
  • ‘મોદીજી’ની મરજીથી નહી ભગવાનની ઇચ્છાથી અયોધ્યામાં બનશે મંદિર: કપિલ સિબ્બલ

‘મોદીજી’ની મરજીથી નહી ભગવાનની ઇચ્છાથી અયોધ્યામાં બનશે મંદિર: કપિલ સિબ્બલ

 | 10:29 pm IST

કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલનું કહેવુ છે કે અયોધ્યામાં રામ મંદિર ત્યારે બનશે, જ્યાપે ભગવાનની ઇચ્છા હશે. સિબ્બલે કહ્યુ કે રામ મંદિર મોદીજીનાં કહેવાથી નથી બનવાનું, મામલો કોર્ટમાં છે. જ્યાપે ભગવાન ઇચ્છશે, ત્યારે જ રામ મંદિર બનશે.

મોદીજી પર વિશ્વાસ નથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હુમલાઓનો જવાબ આપતા સિબ્બલે કહ્યુ કે, “અમે વિશ્વાસ ધરાવીએ છીએ, અમને તમારા પર વિશ્વાસ નથી મોદીજી. તમે રામ મંદિર બનાવવા નથી જઇ રહ્યા, મંદિર તો ત્યારે જ બનશે જ્યારે ભગવાનની મરજી હશે અને તેનો નિર્ણય કોર્ટ કરશે.”

કપિલ સિબ્બલે વધુમાં જણાવ્યુ કે,’આપણા વડાપ્રધાન ક્યારેક-ક્યારેક કંઇ પણ જાણ્યા વિના કોમેન્ટ કરે છે. અમિત શાહ અને પીએમે કહ્યુ કે મેં સુન્ની વક્ફ બોર્ડનું પ્રતિનિધિત્વ કર્યુ, જોકે હું ક્યારે સુન્ની વક્ફ બોર્ડનો વકીલ જ નથી રહ્યો.’ સિબ્બલે સવાલ કરતા કહ્યું હતું કે, શું મારા કોર્ટ જવાથી અને કોઇનુ પ્રતિનિધિત્વ કરવાથી શું દેશની ગંભીર સમસ્યાઓ સમેટાઇ જશે. જો હાં, તો પીએમ એ જાણકારી આપવી જોઇએ. નિવેદનો આપવાથી દેશનું ભલું નહી થાય, માત્ર આપણા દેશમા વિવાદ વધશે.

દેશની ચિંતા કરે વડાપ્રધાન
સિબ્બલે વડાપ્રધાનને અપિલ કરી છે કે, તેઓ ભારતના સરોકારની ચિંતા કરે. આમ દેશની જનતાનાં ભાગલા ન પાડે. સિબ્બલે કહ્યું, તમે કદાચ તમારા મનમાં જીતી શકો છો, પરંતુ તમે ખરાબ રીતે હારી જશો અને જો તમે માત્ર પોતાની જ ચિંતા કરશો તો દેશ હારી જશે.