રોહિત શેટ્ટીની ફિલ્મ 'સિંબા'નું પોસ્ટર થયું રિલીઝ, જુઓ રણવીર સિંહનો કેવો છે Look - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંબા’નું પોસ્ટર થયું રિલીઝ, જુઓ રણવીર સિંહનો કેવો છે Look

રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંબા’નું પોસ્ટર થયું રિલીઝ, જુઓ રણવીર સિંહનો કેવો છે Look

 | 12:51 pm IST

રણવીર સિંહ ફિલ્મ પદ્માવતીમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના ટ્રેલરમાં તે ગંભીર અને ખતરનાક દેખાઈ રહ્યો છે પરંતુ ટુંક સમયમાં દર્શકોને મસ્તીખોર રણવીર ફરીથી જોવા મળશે. રણવીર સિંહ એવો અભિનેતા છે જે અલગ અલગ પ્રકારના રોલ કરવા માટે જાણીતો છે. એટલે જ તે પદ્માવતીના ગંભીર રોલ બાદ એક અલગ અવતાર સાથે જોવા મળશે ફિલ્મ ‘સિંબા’માં.

રણવીર સિંહની આગામી ફિલ્મ સિંબાનું ટીઝર પોસ્ટર પણ રિલીઝ થઈ ચુક્યું છે. કરણ જોહરે ટ્વીટ કરી આ પોસ્ટર શેર કર્યુ હતુ. ફિલ્મમાં રણવીર કપૂર એક પોલીસવાળાની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન રોહિત શેટ્ટી કરશે અને તેની સાથે કરણ જોહર પણ કરશે. કરણ જોહરે આ પોસ્ટર શેર કરી તેના કેપ્શનમાં લખ્યું છે કે, ’28 ડિસેમ્બર 2018ના રોજ આવી રહ્યા છે રોહિત શેટ્ટી, સિંબાના રૂપમાં..’

આ ફિલ્મના પોસ્ટર રિલીઝ બાદ કહી શકાય કે આગામી વર્ષમાં કરણ જોહરની ફિલ્મોની ભરમાર જોવા મળશે. કારણ કે હાલ કરણ જોહર ‘સ્ટૂડેન્ટ ઓફ ધ યર-2’ પર કામ કરી રહ્યો છે. સાથે જ તે ઈશાન કપૂર અને જાહ્નવી કપૂરની બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ ‘ધડક’ કરી રહ્યો છે અને હવે તેણે સિંબા ફિલ્મની પણ જાહેરાત કરી છે.