karan johar submits resignation to mami board after trolled on nepotism
  • Home
  • Entertainment
  • Bollywood
  • હવે ખુદ કરણ જોહરને પણ ભાન થઈ ગયું કે, બોલિવૂડમાં કોઈ કોઈનું નથી રે! કંટાળીને આખરે…

હવે ખુદ કરણ જોહરને પણ ભાન થઈ ગયું કે, બોલિવૂડમાં કોઈ કોઈનું નથી રે! કંટાળીને આખરે…

 | 5:19 pm IST

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં અવસાન પછી બોલિવૂડમાં સગાવાદને લઈ વિવાદથી કંટાળીને કરણ જોહરે MAMI (મામી) એટલે કે મુંબઇ એકેડેમી ઓફ ધી મૂવિંગ ઇમેજનાં ડાયરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે. તો સાથે સાથે એવા પણ સમાચાર છે કે મામી ફિલ્મ ફેસ્ટિવલની અધ્યક્ષ અને અભિનેત્રી દીપિકા પાદુકોણે કરણને મનાવવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ કરણે કોઈનું સાંભળ્યું નથી અને રાજીનામું આપી દીધું છે. MAMIના બોર્ડમાં વિક્રમાદિત્ય મોટવાણી, સિદ્ધાર્થ રોય કપૂર, દીપિકા પાદુકોણ, ઝોયા અખ્તર અને કબીર ખાન છે. વાત એવી સંભળાઈ રહી છે કે, કરણે આ ફિલ્મ ફેલ્ટિવલના આર્ટિસ્ટ ડાયરેક્ટર સ્મૃતિ કિરણને મેલ કરી રાજીનામાની વાત કરી છે.

કરણ જોહર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણાં કલાકારોથી નાખુશ છે. કારણ કે જેણે તેના પર ભરોસો મૂક્યો હતો એ લોકો આવા કપરાં સમયમાં તેની સાથે ઊભા રહ્યા નહીં. ટ્રોલિંગને લઈ ઈન્ડસ્ટ્રીમાંથી કોઈ વ્યક્તિએ કરણને સપોર્ટ ન કર્યો જેથી આવું પગલું ભર્યું એવી પણ વાત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતના નિધન પછી ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમનો મુદ્દો ભારે ગરમાયો છે.

તો આ તરફ અભિનેતાના ફેન્સ અને અમુક કલાકારોનું માનવું છે કે, સુશાંતે બોલિવુડમાં નેપોટિઝમથી પરેશાન થઈને આત્મહત્યા કરી છે. જો કે, હજુ સુધી અભિનેતાની આત્મહત્યા કરવા પાછળ ખરું કારણ સામે આવ્યું નથી. પણ ત્યાર પછી બોલિવુડમાં ઘણાં લોકોએ ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે.

આ વીડિયો પણ જુઓ: AMCની સામાન્ય સભામાં કોઈનું ચેકિંગ નહીં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન