karan-johar-was-asked-about-age-gap-between-priyanka-chopra-and-nick-jonas
  • Home
  • Entertainment
  • Bollywood
  • નિક અને પ્રિયંકા વચ્ચે ઉમરના ગેપને લઈને શુ કહ્યુ કરણ જોહરે?

નિક અને પ્રિયંકા વચ્ચે ઉમરના ગેપને લઈને શુ કહ્યુ કરણ જોહરે?

 | 3:42 pm IST

આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું નામ કરી ચુકેલા પ્રિયંકા ચોપરાએ ફક્ત પ્રોફેશનલ લાઇફ જ નહી પર્સનલ લાઈફમાં પણ એક ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. અમેરિકન સિંગર નિક જોન્સ સાથે તેના સંબધોને લઈને તે ખુબ ચર્ચામાં છે. મેટ ગાલા 2017ની એક ઇવેન્ટમાં સાથે દેખાતા ચર્ચાનો વિષય બન્યા હતા. પ્રિયંકા અને નિક વચ્ચે ઉમરને લઈને ભારે ચર્ચા થઈ રહી છે. હવે આ ચર્ચામાં કરણ જોહરે પણ ઝંપલાવ્યુ છે.

બનેના સંબધોને ઉમરના ગેપને લઈને હંમેશા ચર્ચા થઈ રહી છે. હવે સમાચારો મળી રહ્યા છે કે કરણ જોહરે આ મામલે કહ્યુ છે કે સંબંધોને ઉમર સાથે જોડવામાં આવે નહી. ઉમરને પ્રેમ સાથે કોઈ લાગતુ વળગતુ નથી. સ્ત્રી હંમેશા નાની કેમ હોય પુરૂશ કરતા એ આપણે વીચારીએ છીએ. તમને તમારો મનપસંદ સાથી મળે તો ઉંમર કોઈ અસર કરતી નથી. કમ્ફર્ટ અને સરળ સબંધો હોવા જોઈએ બસ.

પ્રિયંકા નીકથી ઉંરમાં 10 વર્ષ મોટી છે, થોડા સમય પહેલા જ બન્નેએ ખુબજ ધામધુમ પુર્વક સગાઈ કરી હતી. હવે તેના લગ્ન ક્યારે થશે એ મામલે ચર્ચા ચાલી રહી છે. બંને પોતાના ફિલ્ડમાં ખુબજ જાણીતી હસ્તી હોવાથી તેમના પ્રશંસકોની નજર રહે તેમના પર તે સ્વાભાવીક છે.