Karan Johar's Party On NCB Radar After Drug Connection Revealed
  • Home
  • Entertainment
  • Bollywood
  • કરણ જોહરની પાર્ટી પર NCBની નજર, ડ્રગ્સ કેસમાં રણબીરથી લઇને વરૂણ સુધીના સ્ટાર્સ ભરાશે!

કરણ જોહરની પાર્ટી પર NCBની નજર, ડ્રગ્સ કેસમાં રણબીરથી લઇને વરૂણ સુધીના સ્ટાર્સ ભરાશે!

 | 6:32 pm IST

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં જ્યારથી ડ્રગ્સ કનેક્શન સામે આવ્યું છે, ત્યારથી બોલીવુડના મોટા-મોટા કલાકારો રડાર પર છે. હવે સમાચાર આવી રહ્યા છે કે 27 જુલાઈ 2019ના કરણ જોહરના ઘરે થયેલી પાર્ટી પણ એનસીબીની તપાસના દાયરામાં આવી શકે છે. એનસીબીને શક છે કે આ પાર્ટીમાં ડ્રગ્સનો ઉપયોગ થયો હતો. આ પાર્ટીમાં કોકીનનો ઉપયોગ થયો હોવાનો શક છે. એનસીબીની રડાર પર આ પાર્ટીમાં રહેલા લોકો આવી શકે છે.

રકુલપ્રીતની પૂછપરછ બાદ આ પાર્ટી પર તપાસ શરૂ થઈ શકે છે

પાર્ટી વિશે ઘણા એવા એલિમેન્ટ સામે આવી શકે છે જેમાં પાર્ટીમાં ડ્રગ્સનું સેવન થયું હોય. 27 જુલાઈના થયેલી આ પાર્ટીમાં એનસીબીને કોકીનનો ઉપયોગ થયો હોવાનો શક છે. અભિનેત્રી રકુલપ્રીતની પૂછપરછ બાદ આ પાર્ટી પર તપાસ શરૂ થઈ શકે છે. રકુલપ્રીતની પૂછપરછ બાદ એનસીબી ઑફિસ પહોંચેલા કેપીએલ મલ્હોત્રા, કરણ જોહરના નજીકના ક્ષિતિજ પ્રસાદ અને અનુભવથી થઈ રહેલી પૂછપરછમાં સામેલ છે.

View this post on Instagram

Saturday night vibes

A post shared by Karan Johar (@karanjohar) on

બોલીવુડના મોટા સ્ટાર્સ હતા આ પાર્ટીમાં

ઉલ્લેખનીય છે કે કરણ જોહરની આ પાર્ટીમાં દીપિકા પાદુકોણ, મલાઇકા અરોરા, અર્જુન કપૂર, શાહિદ કપૂર, વરૂણ ધવન, વિક્કી કૌશલ, રણબીર કપૂર અને મીરા રાજપૂત જેવા સ્ટાર્સ હાજર હતા. આ પાર્ટીનો વિડીયો કરણ જોહરે 28 જુલાઈ 2019ના પોસ્ટ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ધર્મા પ્રોડક્શન સાથે જોડાયેલા ક્ષિતિજ પ્રસાદનું નામ એક ડ્રગ્સ પેડલરની પૂછપરછમાં સામે આવ્યું હતુ. આ કારણે તેને સમન્સ પાઠવીને બોલાવવામાં આવ્યો.

દીપિકા પાદુકોણની શનિવારના થશે પૂછપરછ

ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણનું નામ પણ ડ્રગ્સ કેસમાં સામે આવ્યું છે. શનિવારના તે એનસીબી ઑફિસ પહોંચશે. એનસીબીએ તેને સમન્સ પાઠવ્યા હતા. શનિવારના એનસીબી તેની પૂછપરછ કરશે. ઉલ્લેખનીય છે કે કેટલાક સમય પહેલા કરણ જોહર પોતાની ફેમિલી સાથે ગોવા ગયો હતો. કરણની સાથે તેની માતા હીરૂ જોહ અને બાળકો રૂહી અને યશ જોહર પણ સાથે હતા.

આ વિડીયો પણ જુઓ: સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઈવે પર ચક્કાજામ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન