throw a holi bash karanvir bohra twins vienna and bella
  • Home
  • Featured
  • Photos: ટીવી એક્ટર કરણવીરે આપી હોળીની શાનદાર પાર્ટી,પરિવાર સાથે કરી મસ્તી ધમાલ

Photos: ટીવી એક્ટર કરણવીરે આપી હોળીની શાનદાર પાર્ટી,પરિવાર સાથે કરી મસ્તી ધમાલ

 | 4:12 pm IST

ટીવી એક્ટર કરણવીર બોહરા પોતાના ખુબજ વ્યસ્ત સમયમાંથી પણ પોતાના પરિવાર અને તેની જુડવા પુત્રીઓ સાથે સમય વિતાવી લે છે. ટીવી ક્ષેત્રે ખુબજ પ્રખ્યાત હોવાથી આ એક્ટર કામમાં ખુબજ વ્યસ્ત રહે છે આમ છતા તેને જ્યારે પણ મોકો મળે છે પોતાના મિત્રો અને પરિવાર સાથે મસ્તી કરી તેની સાથે સમય વિતાવી લે છે.

આ એક્ટરે હાલમાં જ પોતાની પુત્રીઓ સાથે તેમજ પરિવાર અને નજીકના મિત્રો સાથે ઇકો ફ્રેંડલી હોળીની પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં ટીવી ઇંડસ્ટ્રીઝના નામચીન સ્ટાર્સ પોતાના બાળકો સાથે પહોંચ્યા હતા.

કરણવીરની પુત્રીઓ બેલા અને બિયાના કલરફુલ પિચકારીઓ સાથે મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા. કરણે બંનેને ગોદમાં ઉઠાવી રાખી હતી. કાર્ટૂન મોટુ-પતલુ સાથે ફોટાઓ પડાવ્યા હતા.

કરણવીર બોહરા પોતાની પુત્રીઓની ખુબજ નજીક હોવાનું માનવામાં આવી રહ્યુ છે. આ લોકોની બોન્ડીંગ બિગ બોસ 12માં જોવા મળી હતી, જ્યારે બંને પુત્રીઓએ કરણ સાથે બિગ બોસના ઘરમાં સમય વિતાવ્યો હતો.

કરણવીર બોહરાએ આ પાર્ટી ખાસ બાળકો માટે રાખી હતી. આ પાર્ટી ખાસ કરીને બાળકોને લઈને કરવામાં આવી હોવાથી સંપૂર્ણ પણે ઇકોફ્રેંડલી હતી. પાર્ટીમાં રોડીઝ ફેમ રધુરામ પોતાની પત્ની નતાલી સાથે પહોંચી હતી. પાર્ટીમાં ટીવી સ્ટાર રક્ષંદા ખાન પોતાના બાળકો સાથે મસ્તી કરતી દેખાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન