કાર્બેર અને મ્લેડેનોવિક ઇન્ડિયન વેલ્સની પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • કાર્બેર અને મ્લેડેનોવિક ઇન્ડિયન વેલ્સની પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં

કાર્બેર અને મ્લેડેનોવિક ઇન્ડિયન વેલ્સની પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં

 | 1:30 am IST

ઇન્ડિયન વેલ્સ, તા. ૧૪

વિશ્વમાં ૨૮મી રેન્કિંગ ધરાવતી ફ્રાન્સની ક્રિસ્ટિના મ્લેડેનોવિકે ઇન્ડિયન્સ વેલ્સમાં મહિલા સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં ચોથી ક્રમાંકિત રોમાનિયાની સિમોના હાલેપને બહાર કરી પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે જ્યારે આગામી સોમવારે ફરી નંબર વનનું સ્થાન નિશ્ચિત કરનાર એન્જેલિક કાર્બેરે ફ્રાન્સની પોલિન પર્મેન્ટિયરને હરાવી અંતિમ-૧૬મા જગ્યા બનાવી હતી.

એક કલાક ૪૨ મિનિટ સુધી ચાલેલી મેચમાં મ્લેડેનોવિકે ૬-૩, ૬-૩થી વિજય મેળવ્યો હતો. મ્લેડેનોવિક માટે ફેબ્રુઆરી મહિનો ઘણો સારો રહ્યો હતો. તેણીની સેન્ટ પીટર્સબર્ગનું ટાઇટલ જીત્યું હતું અને દુબઈ ઓપનની ફાઇનલમાં પહોંચી હતી.

એન્જેલિક કાર્બેરે ફ્રાન્સની પોલિન પર્મેન્ટિયરને ભારે સંઘર્ષપૂર્ણ મુકાબલામાં ૭-૫, ૩-૬, ૭-૫થી હરાવી હતી. કાર્બરે પ્રથમ સેટમાં સંઘર્ષ કરતાં બંને ૫-૫ની બરાબરી પર હતાં ત્યારે પર્મેન્ટિયરની ર્સિવસ બ્રેક કરી સતત બે ગેમ જીતી ૭-૫થી સેટ જીતી લીધો હતો. બીજા સેટમાં પર્મેન્ટિયરે ચાર વખત ર્સિવસ બ્રેક કરી ૬-૩થી સેટ જીત્યો હતો. ત્રીજા સેટમાં કાર્બેર એક સમયે ૧-૪થી ઘણી પાછળ હતી પરંતુ મેચમાં પરત ફરતાં પર્મેન્ટિયરની બે વખત ર્સિવસ બ્રેક કરી ૭-૫થી ત્રીજો સેટ જીતી મેચ પણ જીતી લીધી હતી.

અન્ય મુકાબલામાં ડેન્માર્કની કેરોલિન વોઝનિયાકીએ ચેક ગણરાજ્યાની સિનિયાકોવાને ૬-૩, ૬-૧થી હાર આપી હતી.