કરીનાની આવનાર ફિલ્મ વીરે દી વેડિંગ ૧ જૂને રિલીઝ થશે – Sandesh
NIFTY 10,399.25 +20.85  |  SENSEX 33,867.75 +93.09  |  USD 64.4175 +0.21
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • કરીનાની આવનાર ફિલ્મ વીરે દી વેડિંગ ૧ જૂને રિલીઝ થશે

કરીનાની આવનાર ફિલ્મ વીરે દી વેડિંગ ૧ જૂને રિલીઝ થશે

 | 4:16 am IST

આ વર્ષ બોલિવૂડ માટે સારું નથી એમ જણાઇ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ફિલ્મ મેકરો પોતાની ફિલ્મની રિલીઝ ડેટ કોઇક કારણોસર આગળ-પાછળ ધકેલી રહ્યા છે. બોકસ ઓફિસ પર ફિલ્મ મેકરને પોતાની ફિલ્મ સફળ થાય એવી ઇચ્છા હોવાથી દરેક ફિલ્મ મેકર હવે સચેત બની ગયો છે. દર્શકો પોતાની ફિલ્મને સકારાત્મક પ્રતિસાદ આપે તે માટે ફિલ્મ મેકરો બોકસ ઓફિસ પર અન્ય ફિલ્મો સાથે ટક્કર પણ ટાળી રહ્યા છે. ફિલ્મ પદ્માવત, અય્યારી, પરી, હેટ સ્ટોરી ૪ બાદ અભિનેત્રી કરીના કપૂર ખાનની કમબેક ફિલ્મ વીરે દી વેડિંગની રિલીઝ ૧૮ મેની જગ્યાએ બે સપ્તાહ બાદ પહેલી જૂને રિલીઝ થશે. આ વાતની સત્તાવાર જાહેરાત સોશિયલ મીડિયા પર ફિલ્મને બનાવનાર નિર્માણ કંપની બાલાજી મોશન પિકચર્સે કરી છે. ફિલ્મમાં કરીના કપૂર ખાન, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર, સુમિત વ્યાસ મુખ્ય ભૂમિકામાં છે. પહેલી જૂને લક્ષ્યનો જન્મદિન હોવાથી નિર્માત્રી એકતા કપૂરે જન્મદિન અને લગ્નમાં આવવાનું દર્શકોને નિમંત્રણ આપ્યં છે. ફિલ્મનું દિNર્શન સોનમની બહેન અને દિNર્શિકા રિહા કપૂરે કર્યું છે.