kareena kapoor answer on kapoor or khan video viral on social media
  • Home
  • Videos
  • Featured Videos
  • કપૂર અને ખાન કોને પસંદ કરીશ? સવાલનો કરીનાએ એવો જવાબ આપ્યો કે VIDEO થયો વાયરલ

કપૂર અને ખાન કોને પસંદ કરીશ? સવાલનો કરીનાએ એવો જવાબ આપ્યો કે VIDEO થયો વાયરલ

 | 3:06 pm IST

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર હંમેશા પોતાની સ્ટાઇલથી લોકોનું દિલ જીતતી રહે છે. તેમના વીડિયો અને ફોટા હંમેશાં સોશિયલ મીડિયા પર ફરતા રહે છે. પરંતુ તેના એક વીડિયોએ લગભગ બધાને ચોંકાવી દીધા છે. કરીના કપૂરનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં તેને પૂછવામાં આવ્યું કે તે કપૂર અને ખાનમાંથી કોને પસંદ કરશે.

આ સવાલના જવાબ પર કરીના કપૂરે એવો જવાબ આપ્યો કે સાંભળીને લોકોએ તેમના માટે તાળીઓ પાડવાનું શરૂ કર્યું. આટલું જ નહીં એન્કરે પોતે પણ કરીના કપૂરના વખાણ કર્યા. કરીના કપૂરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં ધૂમ મચાવી રહ્યો છે.

વીડિયોમાં કરીના કપૂરે જવાબ આપતા કહ્યું કે, મારે આમાંથી કોઈ પસંદ કરવાની જરૂર નથી, કારણ કે હું કરીના કપૂર ખાન છું. તેથી હું બંન્ને જ છું, હું ભાગ્યશાળી છું કે હું બંન્ને છું.” આ પછી કરીના કપૂરને બીજો સવાલ પૂછવામાં આવ્યો હતો કે જો તમે આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફ સાથે કોઈ લિફ્ટમાં ફસાઈ જશો તો તમે શું કરશો. આ અંગે કરીના કપૂરે કહ્યું કે, હું જોઈશ કે રણબીર કપૂર ત્યાં છે કે નહીં. જુઓ વીડિયોમાં ફન્ની મિજાજની કરીના કપૂરને….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન