janvhi twinkle khanna kareena kapoor gym workout viral photos
  • Home
  • Featured
  • Photos : જીમની બહાર કંઇક ખાસ અંદાજમાં જોવા મળી કરીના-જ્હાન્વી

Photos : જીમની બહાર કંઇક ખાસ અંદાજમાં જોવા મળી કરીના-જ્હાન્વી

 | 8:37 am IST

કરીના કપૂર ફિલ્મોમાં ગમે તેટલી બીજી કેમ ન હોય પણ પોતાના વ્યસ્ત કાર્યક્રમમાં જીમ માટે સમય કાઢી લે છે.સોશિયલ મીડિયા પર આ ખુબસુરત અભિનેત્રીના ફોટાઓ અવાર નવાર વાયરલ થાય છે. ફિટનેસને લઈને આ અભિનેત્રી ખુબજ જાગૃત છે. તે જીમમાં અવાર નવાર વર્ક આઉટ કરતી નજરે ચડે છે. કરીનાની જેમ જ જ્હાન્વી કપૂર અને ટ્વિંકલ ખન્ના પોતાને ફિટ રાખે છે.

કરીના કપૂર મુંબઈની બહાર જીમની બહાર સ્પોટ થઈ હતી. કરીનાએ બ્લેક એન્ડ વ્હાઈટ જીમ વેર પહેર્યુ હતુ. વ્હાઈટ ટોપ પર કટ આઉટ ડિઝાઈન હતી સાથે સાથે બ્લેક ટાઈટ જેગિંસ કેરી કરેલ જોવા મળેલ હતા.

બ્લેક એન્ડ વ્હાઈટ જીમના લુકની સાથે તેણે વ્હાઇટ સ્નીકર પહેર્યા હતા. સાથે સાથે ટીંટેડ ગોગલ્સ તેના લુકને પરફેક્ટ બનાવતું હતુ. કરીનાની ફેશન સેન્સ ખુબજ જોરદાર છે. તે હંમેશા ફેશનને લઈને ખુબજ ચર્ચામાં રહે છે.

કરીના હાલ ગુડ ન્યૂઝની શૂટિંગમાં વ્યસ્ત છે. તેમાં તે અક્ષય કુમારની સામે નજરે ચડશે. આ સિવાય કરીના તખ્ત ફિલ્મમાં મહત્વનો રોલ કરી રહી છે. આ ફિલ્મ મલ્ટીસ્ટારર છે આ ફિલ્મને કરણ જૌહર પ્રોડ્યુસ કરી રહ્યા છે.

જીમ જ્હાન્વી કપૂરનો ડેલી શેડ્યુલનો એક ભાગ છે. તેમનો બ્લેક શોર્ટ્સ અને પિંક ટોપ પહેર્યુ હતુ. તેણે પોતાના લુકને કંપ્લીટ કરવા ડેનિમ બેગ કેરી કરી હતી. આ દરમિયાન એકટ્રેસે નેનો મેકઅપ કર્યો હતો. જ્હાન્વી કપૂર હાલ કારગિલ ગર્લ ફિલ્મ શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મ ગુંજન સક્સેનાની બાયોપિક છે. આમાં એક્ટર પંકજ ત્રિપાઠી તેના પિતાનો રોલ નિભાવી રહ્યો છે.

અક્ષય કુમારની જેમજ તેની પત્ની ટ્વિંકલ ખન્ના પણ પોતાને ફિટ રાખે છે. તેને હંમેશા જીમની બહાર જોવામાં આવે છે. એક્ટર જીમની બહાર બ્લુ વન શોલ્ડર ટોપ પહેર્યુ હતુ. અક્ષય કુમાર સાથે લગ્ન કર્યા પછી ટ્વિંકલ ખન્નાએ ફિલ્મ જગતને અલવિદા કહી દીધુ છે. હાલ ટ્વિંકલ બહુ સારૂ લખી રહી છે. તેની કેટલીક બુક પણ લૉન્ચ થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન