kareena kapoor khan and amrita arora Bollywood bff head off to London
  • Home
  • Featured
  • PHOTOS: પોતાની અંતરંગ સખી અમૃતા અરોરા સાથે હોલીડે પર નિકળી કરીના કપૂર

PHOTOS: પોતાની અંતરંગ સખી અમૃતા અરોરા સાથે હોલીડે પર નિકળી કરીના કપૂર

 | 4:49 pm IST

કરીના કપૂર ખાન હાલ મુંબઈના કલીના એરપોર્ટ પર પોતાની ખાસ સહેલી અમૃતા અરોરા સાથે જોવા મળી હતી. રિપોર્ટ અનુસાર બંને સ્ટાર્સ લંડનમાં હોલીડે મનાવવા નીકળી ચુકી છે. કરીના કપૂર ખાન અને અમૃતા બંને ખુબજ નજીક છે. ફિલ્મ શિડ્યુલમાંથી સમય કાઢીને લંડન જવા રવાના થઈ કરીના કપૂર. કરીના કપૂર અને તેની સહેલીઓ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી.

કરીના વેકેશન પર જવા માટે બ્લુ જીન્સ અને બ્લેક શર્ટમાં ખાસ નજર આવી રહી હતી. કરીનાએ સફેદ કલરના બુટ પહેર્યા હતા. અમૃતાએ બ્લેક ટીશર્ટ અને ગ્રીન પાયજામો પહેર્યો હતો. અમૃતા પોતાના ડ્રેસઅપને બ્લેક બુટ સાથે ટીમઅપ કરતી દેખાઈ હતી.

કરીના અને અમૃતા એકબીજાના જીમ પાર્ટનર પણ છે. કેટલીક વાર બંનેને સાથે જીમમાં એક્સરસાઈઝ કરતા જોઈ શકાય છે. કરીના કપૂર અક્ષય કુમારની સાથે ફિલ્મ ગુડ ન્યુઝનું હાલ શુટિંગ પત્યું છે આ ફિલ્મ 6 સપ્ટેમ્બરે રિલીઝ થાય તેવી શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન