જિમમાં પરસેવો વહાવતી દેખાઈ તૈમૂરની મમ્મી અને હીના ખાન, Video - Sandesh
  • Home
  • Videos
  • જિમમાં પરસેવો વહાવતી દેખાઈ તૈમૂરની મમ્મી અને હીના ખાન, Video

જિમમાં પરસેવો વહાવતી દેખાઈ તૈમૂરની મમ્મી અને હીના ખાન, Video

 | 3:11 pm IST

કરીના કપૂર ખાન તેની સ્ટાઈલને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. પછી તેની ફિલ્મો હોય કે ફિગર. છેલ્લા બે વર્ષથી તો તે તેના પ્રેગનેન્સી અને દીકરા તૈમૂરને લઈને ચર્ચામાં છે. પ્રેગનેન્સી બાદ કરીના કપૂરે બહુ જ ઝડપથી વજન ઘટાડીને બોલિવુડમાં ફરીથી એન્ટ્રી કરી છે. તેની કમબેક ફિલ્મ ટૂંક સમયમાં જ રિલીઝ થવાની છે. જેમાં કરીનાના લૂકની ચર્ચા સોશિયલ મીડિયામાં થઈ રહી છે. પરંતુ હાલ તો કરીના તેના એક વીડિયોને કારણે ચર્ચામાં છે.

કરીના કપૂરનો ફીટનેસ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે જીમમાં પસીનો વહાવતી દેખાઈ રહી છે. પોતાની ફિગર જાળવવા માટે કરીના મોટાભાગનો સમય જીમમાં વિતાવે છે. તેણે પોતાની ટ્રેઈનર નમ્રતા પુરોહિતની મદદથી પ્રેગનેન્સી બાદ વજન ઘટાડ્યું છે.

તો બીજી તરફ, ટેલિવુડ સ્ટારે હીના ખાનનો ફીટનેસ વીડિયો પણ વાઈરલ થયો છે. યે રિશ્તા ક્યા કહેલાતા હે, સીરિયલથી ટીવી પર ડેબ્યુ કરનારી એક્ટ્રેસ હીના ખાન પોતાના આકર્ષક ફિગરને લઈને હંમેશા ચર્ચામા રહે છે. તે વર્કઆઉટ ઉપરાંત કિક-બોક્સિંગ પણ રેગ્યુલરલી કરે છે. આ વર્કઆઉટ વીડિયો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.