Kareena Kapoor Khan Celebrated Her Birthday With Family
  • Home
  • Featured
  • Photos: કરીના કપૂરે ફેમિલી સાથે ઉજવ્યો પોતાનો 38મો બર્થડે, ના જોવા મળ્યો તૈમુર

Photos: કરીના કપૂરે ફેમિલી સાથે ઉજવ્યો પોતાનો 38મો બર્થડે, ના જોવા મળ્યો તૈમુર

 | 9:41 am IST

કરીના કપૂર 21 સપ્ટેમ્બરે પોતાનો બર્થડે મનાવી રહી છે. અભિનેત્રીએ રાત્રે 12 વાગ્યે ફેમિલી સાથે બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. પાર્ટીમાં સૈફ અલી ખાન, સોહા, કુણાલ ખેમૂ, કરિશ્મા, બબીતા-રણધીર કપૂર, કુણાલ કપૂર, સમાયરા વગેરે સામેલ હતા. આ મિડ નાઇટ સેલિબ્રેશનની તસવીર અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. કરીનાની બર્થડે પાર્ટીનો કેક પણ ઘણો જ શાનદાર હતો.

આ પણ વાંચો: કરીના કપૂરનો આ હીરો કરવા જઇ રહ્યો છે લગ્ન, સંગીત સેરેમનીની તસવીરો જોતા રહી જશો

જેમા લખવામાં આવ્યું હતુ કે, ‘બેબો, તુ અમારી રૉકસ્ટાર છે.’ કેકમાં બ્લેક ડ્રેસ પહેરીને હાથમાં વાઇનનો ગ્લાસ લઇને એક મહિલા બનાવવામાં આવી છે, જે કરીના કપૂર ખાન છે. સૈફ અને કરીનાનાં આ કપલ ફૉટો પણ ઘણા ખાસ છે. આ પહેલા કરીનાએ સૈફનાં બર્થડે પર સ્પેશલ પાર્ટી રાખી હતી.

View this post on Instagram

Birthday boomerang!!!

A post shared by Soha (@sakpataudi) on

આ પણ વાંચો: Photos: કરીના કપૂર ખાને ‘લેકમે ફેશન વીક 2018’માં ચલાવ્યો પોતાની સુંદરતાનો જાદૂ

પાર્ટીમાં હાજર બધા જ લોકો કેઝ્યુઅલ લૂકમાં જોવા મળ્યા હતા. બર્થડે ગર્લ કરીનાએ વ્હાઇટ પ્રિન્ટેડ ટી-શર્ટ અને ડેનિમ જીન્સ પહેરેલું હતુ. સોશિયલ મીડિયા પર કરીનાની બર્થડે પાર્ટીનાં વિડીયો અને ફૉટો શેર થઈ રહ્યા છે. જો કે આ પાર્ટીમાં તૈમુર જોવા મળ્યો નહતો.

View this post on Instagram

Sparkle and shine !!! Happy birthday !!! ❤️❤️🎂

A post shared by Soha (@sakpataudi) on