- Home
- Entertainment
- Bollywood
- કરીના કપૂર ખાનને હોસ્પિટલમાંથી મળી ગઈ રજા, દીકરાની પહેલી ઝલકનો વીડિયો આવ્યો સામે

કરીના કપૂર ખાનને હોસ્પિટલમાંથી મળી ગઈ રજા, દીકરાની પહેલી ઝલકનો વીડિયો આવ્યો સામે

બોલિવૂડની જાણીતી અભિનેત્રી કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) હાલમાં જ બીજી વખત માતા બની છે. કરીના કપૂરે (Kareena Kapoor Khan) એક પુત્રને જન્મ આપ્યો છે. કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)ગયા રવિવારે બીજી વાર માતા બની હતી. તેણે દીકરાને મુંબઈની બ્રિચ કેન્ડ હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો. હવે કરીના કપૂર ખાન(Kareena Kapoor Khan)ને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કરીના કપૂર(Kareena Kapoor Khan)ને હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી પતિ સૈફ અલી ખાન (Saif Ali Khan) અને મોટા પુત્ર તૈમૂર અલી ખાન (Taimur Ali khan) સાથે જોવા મળી હતી. કરીના(Kareena Kapoor Khan)ને હોસ્પિટલમાંથી રજા મળવાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા (Social Media)માં વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં તૈમૂર અલી ખાન, સૈફ અલી ખાન, કરીના કપૂર અને તેમની માતા કારમાં બેઠા જોવા મળી રહ્યા છે. તેમ જ કરીના કપૂરનો નાનો પુત્ર પોતાની નાનીના ખોળામાં સૂતેલો જોવા મળી રહ્યો છે. જ્યારે તૈમૂર પપ્પા સૈફના ખોળામાં બેઠેલો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર કરીના કપૂર ખાનને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થવાનો આ વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
અભિનેત્રીના ચાહકો અને તમામ સોશિયલ મીડિયા યૂઝર્સ તેના વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સાથે જ કોમેન્ટ કરીને બીજી વખત માતા બનવા પર લોકો તેમને અભિનંદન પાઠવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કરીના કપૂરે પોતાની પ્રેગ્નેન્સીને લઈને ઘણા સમયથી ચર્ચામાં હતી. તેણે અને અભિનેતા સૈફ અલી ખાને ગયા વર્ષે ઑગસ્ટમાં એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં કહ્યું હતું કે કરીના ફરી ગર્ભવતી છે. કરીનાની ડિલિવરીની તારીખ 15 ફેબ્રુઆરી હતી જે તેના પિતા રણધીર કપૂરે એક ઈન્ટરવ્યૂમાં કહીં હતી. ત્યાર બાદથી જ ફૅન્સ સારા સમાચારની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
View this post on Instagram
પોતાના પ્રેગ્નેન્સી પીરિયડ દરમિયાન કરીના ઘણી એક્ટિવ રહી હતી. તે સતત શારીરિક રૂપથી પણ સક્રિય છે અને તે હંમેશા ફરતી જોવા મળી હતી. તેમ જ કરીના ઘણા અપડેટ્સ સોશિયલ મીડિયા દ્વારા આપતી હતી. હાલમાં જ તેમણે ગિફ્ટ્સની ઝલક પણ દેખાડી હતી, જે નાના મહેમાનના સ્વાગત માટે મિત્રોએ મોકલી હતી.
View this post on Instagram
આ વીડિયો પણ જુઓઃ 6 મહાનગરપાલિકામાં ભાજપે તોડ્યો રેકોર્ડ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન