kareena kapoor khan good news trailer launch know dress cost
  • Home
  • Featured
  • Photos: ગુડ ન્યૂઝના ટ્રેલરમાં કરીના કપૂરે ખાસ આકર્ષણ જમાવ્યું, ડ્રેસની કિંમત જાણી રહી જશો દંગ

Photos: ગુડ ન્યૂઝના ટ્રેલરમાં કરીના કપૂરે ખાસ આકર્ષણ જમાવ્યું, ડ્રેસની કિંમત જાણી રહી જશો દંગ

 | 8:11 am IST

બોલિવુડ એકટ્રેસ કરીના કપૂર ખાનની આગામી ફિલ્મ ગુડ ન્યૂઝનું ટ્રેલર સોમવારે રિલીઝ કરવામાં આવ્યુ છે. ફિલ્મમાં કરીના મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. ટ્રેલરના લોન્ચીંગ સમયે તેણે ખુબસુરત યેલો કલરના કપડા પહેર્યા હતા. કરીના આ કપડામાં ખુબજ આકર્ષક લાગતી હતી. શું તમે જાણો છો કે પણ તમે જાણો છો કે આ કપડાની કિંમત શું છે? જાણીને તમારા હોશ ઉડી જવાના છે.

કરીના બોલિવુડની સૌથી ખુબસુરત ડીવા છે. કરીનાનો ગ્લેમરસ લુક હંમેશા ચર્ચામાં રહે છે. હાલ તેની ફિલ્મ ગુડ ન્યૂઝનું પ્રમોશનમાં વ્યસ્ત છે. કરીના જ્યાં પણ જાય છે એક આકર્ષણ જમાવે છે.

કરીનાએ ફિલ્મ ટ્રેલરના લોન્ચમાં ખાસ અવસરે ડાયન લી નામની બ્રાન્ડના આઉટૉફિટ પહેર્યા હતા. ડીપ નેકલાઈન આ ડ્રેસની કિંમત 64,453 રૂપિયા છે. કરીનાનો આ ડ્રેસ ફુલ સ્લીન અને ફ્લોવરી ક્રીઝવાળો આકર્ષક લાગે છે. આની સાથે તેણે હાઈ હિલ્સ પહેરી હતી.

કરીનાએ જે ફેટી બ્રાન્ડ Camel પેટન્ટ લઈને સ્ટ્રેપી હિલ્સની કિંમત 44,648 છે. આ તમામનો ખર્ચ 1 લાખ રૂપિયા છે. મતલબ કે તમારે જો આ સ્ટાઈલને ફોલો કરવી હોય તો 1 લાખની કિંમત ચુકવવા તૈયાર રહેજો.

કરીના કપૂર ગુડ ન્યૂઝમાં અક્ષય કુમાર સાથે કામ કરી રહી છે આ ફિલ્મનું નિર્દેશન રાજ મેહતાએ કર્યુ છે અને નિર્દેશન અક્ષય કુમાર અને કરન જૌહરે સાથે મળીને કર્યુ છે જોઈએ હવે દર્શકોને આ ફિલ્મ કેટલી પસંદ આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન