Kareena and Karisma celebrate dad Randhir Kapoor's birthday
  • Home
  • Featured
  • Photos: કરીના-કરિશ્માએ આ રીતે સેલિબ્રેટ કર્યો પાપા રણધીરનો બર્થડે

Photos: કરીના-કરિશ્માએ આ રીતે સેલિબ્રેટ કર્યો પાપા રણધીરનો બર્થડે

 | 11:00 am IST

એક્ટર રણધીર કપૂર આજે તેનો 71મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેની બંને પુત્રીઓ કરિશ્મા અને કરીના કપૂર આ યાદગાર સફરને વધુ યાદ કરી શકાય તે માટે ખાસ પાર્ટીનું આયોજન કર્યુ હતુ. ગુરૂવારે રાત્રે કરીના, કરીશ્મા, સૈફ અલી ખાન, બબીતા કપૂર અને તેના અંગત પરિજનોએ સાથે મળીને ડિનર કર્યુ હતુ અને આ ખાસ પ્રસંગ ઉજવ્યો હતો.
કરિશ્મા કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સેલિબ્રેસનના ખાસ ફોટાઓ શેર કર્યા છે. પાપાને ખાસ રીતે વિશ કર્યુ છે. પાર્ટીમા ફોટાઓમાં પરફેક્ટ ફેમિલિ નજરે ચડે છે.

કરિશ્મા પોતાની લાડકી પુત્રી સમાયરા કપૂર સાથે ખુબજ મનમોહક લાગતી હતી. કરિશ્મા આ પ્રસંગે ખુબજ સ્ટાઈલીઝ લાગતી હતી. સમાયરાએ ઓલ બ્લેક લુક ખુબજ આકર્ષક લાગતો હતો. કરીના હંમેશાની જેમજ ખુબજ સુંદર લાગતી હતી. સૈફ અલી હંમેશાની જેમ કેજ્યુઅલ લુકમાં નજરે ચડ્યો હતો. ફોટાઓમાં તમામ લોકો નજર આવી રહ્યા છે. પણ આ ખાસ પ્રસંગે હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલ રહેતો તૈમૂર ક્યાંય દેખાતો ન હતો.

કરીના કપુર હાલ તેની આવનારી ફિલ્મ ગુડ ન્યૂઝ પર કામ કરી રહી છે. જેમાં તેની સાથે અક્ષય કુમાર મહત્વપૂર્ણ રોલ નિભાવી રહ્યો છે. તો સેફ અલી ખાન તેની સીરીઝ સીક્રેડ ગેમ્સના શૂટીંગમાં વ્યસ્ત છે. કરિશ્મા કપૂરે કેટલાયે સમયથી બોલીવૂડમાં દુરી બનાવી રાખી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન