કઠુઆ ગેંગરેપ પર કરીનાએ કહ્યું, 'શર્મિંદા હું', ટ્રોલર્સે આ રીતે કરી ટ્રોલ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • કઠુઆ ગેંગરેપ પર કરીનાએ કહ્યું, ‘શર્મિંદા હું’, ટ્રોલર્સે આ રીતે કરી ટ્રોલ

કઠુઆ ગેંગરેપ પર કરીનાએ કહ્યું, ‘શર્મિંદા હું’, ટ્રોલર્સે આ રીતે કરી ટ્રોલ

 | 11:41 am IST

જમ્મુ-કાશ્મીરનાં કઠુઆમાં એક 8 વર્ષની બાળકી સાથે થયેલા ગેંગરેપનો વિરોધ દેશભરમાં થઇ રહ્યો છે. આ ધૃણાસ્પદ ઘટનાનાં વિરોધમાં બોલિવુડ સ્ટાર્સ પણ જોડાયા છે. તેમણે સોશિયલ મીડિયા પર પોતાનો રોષ ઠાલવ્યો હતો. બાળકીને ન્યાય અપાવવા માટે બોલિવુડ સેલિબ્રિટીએ #JusticeForOurChild કેમ્પેઇન શરૂ કર્યું છે. આ કેમ્પેનમાં મોટા સ્ટાર્સ પણ જોડાયા છે.

આ કેમ્પેનમાં કરીના કપૂર ખાન પણ જોડાઇ હતી. કરીનાની ‘I am Hindustan, I am Ashamed’ લખેલા પોસ્ટર સાથેની તસવીર સ્વરા ભાસ્કરે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

આ તસવીર પર યુઝર્સે કરીનાને ટ્રોલ કરી હતી. એક યુઝરે લખ્યું કે, ‘કરીનાને મુસ્લિમ સાથે લગ્ન કર્યા પર શરમ આવવી જોઇએ. તેણે પોતાના દીકરાનું નામ તૈમુર રાખ્યું છે, જે ક્રુર શાસક રહ્યો છે.’

આ ટ્વિટનાં જવાબમાં કરીનાની સહ-અભિનેત્રી સ્વરા ભાસ્કરે જડબાતોડ જવાબ આપ્યો હતો. તેણે લખ્યું કે, ‘તારા હોવા પર તને શરમ આવવી જોઇએ. ભગવાને તને મગજ આપ્યું છે, જેમાં તમે નફરત ભરીને રાખો છો.’

ઉલ્લેખનીય છે કે કઠુઆમાં થયેલી આઘાતજનક ઘટનાને લઇને ઘણા બોલિવુડ કલાકારોએ સોશિયલ મીડિયા પર ન્યાય માટેની અપીલ કરી છે. દિલને હચમચાવનારી આ ઘટના પછી લોકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. લોકો દોષીઓ માટે ભયંકર સજાની માંગણી કરી રહ્યા છે. ઘણા સેલિબ્રિટીએ ‘I am Hindustan, I am Ashamed’ લખેલા પોસ્ટર સાથે પોતાની તસવીર શેર કરી છે.