Kareena Kapoor Khan spends her Sunday binge-watching a show and on her favorite burger
  • Home
  • Featured
  • કરીના કપૂરનો આ વીડિયો વાયુવેગે વાયરલ થતા જ લાખો લોકોએ જોયો – Video

કરીના કપૂરનો આ વીડિયો વાયુવેગે વાયરલ થતા જ લાખો લોકોએ જોયો – Video

 | 10:58 am IST

બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી કરીના કપૂર તેની સ્ટાઇલ માટે જાણીતી છે. અભિનેત્રી હાલ તેના ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં કરીના કપૂરે એક વીડિયો શેર કર્યો છે જેને લઇને કરીના ચર્ચામાં છે.

આ વીડિયોમાં અભિનેત્રી તેના આઇપેડ પર શો જોતી નજરે પડી રહી છે અને સાથે જ બર્ગર ખાઇ રહી છે. વીડિયોને બેબોએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમિાં કરીનાએ પિંક કલરના હેડફોન લગાવી રાખ્યા છે. અને સાથે જ ફ્રેન્ડ્સ જોઇ રહી છે. વીડિયો શેર કરતા અભિનેત્રી કરીના કપૂરે કેપ્શનમાં લખ્યુ આ સન્ડે બિંજ છે આઇપેડ પર ફ્રેન્ડસ, બેસ્ટ પ્રોડ્યુસર દ્રારા માટે માટે બનાવવામાં આવેલું બેસ્ટ બર્ગર.. આભાર રિયા કપૂર મારા પેટનો હંમેશા ધ્યાન રાખવા માટે… જણાવી દઇએ કરીના કપૂર જે બર્ગર ખાઇ રહી છે તે રિયા કપૂરે બનાવ્યું છે અભિનેત્રીનો આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેની પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન