'નવાબી' વહુ બનીને પ્રોગ્રામમાં પહોંચી કરીના, Photos - Sandesh
  • Home
  • Featured
  • ‘નવાબી’ વહુ બનીને પ્રોગ્રામમાં પહોંચી કરીના, Photos

‘નવાબી’ વહુ બનીને પ્રોગ્રામમાં પહોંચી કરીના, Photos

 | 7:22 pm IST

કરીના કપૂર ખાન જ્યાં પણ જાય છે, ત્યાં પોતાની સ્ટાઈલથી બધાનું ધ્યાન ખેંચી લે છે. થોડા દિવસો પહેલા તે સોનમ કપૂરના લગ્નમાં ગોલ્ડનર્મઆેસ પહેરેલી નજર આવી હતી. જોકે, તેનો આ લૂક બધાને પસંદ આવ્યો ન હતો. પરંતુ તેના ડ્રેસને કારણે તે જરૂર ચર્ચામાં આવી હતી. તાજેતરમાં જ કરીના એક ઈવેન્ટમાં પહોંચી હતી, જ્યાં કરીનાએ ડિફ્રરન્ટ અને સોબર સ્ટાઈલથી ફરી એકવાર મીડિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.

કરીનાએ આ ઈવેન્ટમાં ક્રીમ કલરના શરારા સાથે હેવી દુપટ્ટો પહેર્યો હતો. કરીનાનો આ લૂક એકદમ નવાબી લાગી રહ્યો હતો. કરીનાનો આ નવાબી સ્ટાઈલ લોકોને એટલો પસંદ આવ્યો કે, સોશિયલ મીડિયા પર તેના જોરદાર વખાણ થયા હતા. જેને પગલે તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર પણ થઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન