Kareena Kapoor Khan's trip to London also pays her to feature on global magazine cover
  • Home
  • Entertainment
  • Bollywood
  • OMG ! કરીના કપૂરને મેગેજીન ફોટોશૂટ માટે મળી આટલી રકમ

OMG ! કરીના કપૂરને મેગેજીન ફોટોશૂટ માટે મળી આટલી રકમ

 | 5:18 pm IST

બોલિવૂડની સૌથી ફેશન દિવા કોઈ છે તો તે કરીના કપૂર છે. પોતાની સુંદરતાની સાથે-સાથે અદાઓનો જલવો દેખાડનાર કરીના કપૂરે તૈમૂર અલી ખાનનાં જન્મ બાદથી લઈને જ્યારથી કમબેક કર્યું છે, ત્યારથી તેની પાસે ફિલ્મોની સિવાય પણ ઘણા પ્રોજેક્ટ્સની લાઈન લાગી ગઈ છે. બ્રાન્ડ્સ એડથી લઈને ટીવી શો સુધી કરીના કપૂર પોતાની હાજરી આપી રહી છે.

કરીના કે જે હાલના દિવસોમાં ફિલ્મ અંગ્રેજી મીડિયમની શૂટિંગ કરી રહી છે. તાજેતરમાં જ તેણે ઈન્ટરનેશનલ મેગજીનના કવર માટે શૂટ કર્યું. Aisana Internatiolનામની આ મેગેજીનના કવર પેજ માટે કરીનાએ ફોટોશૂટ કરાવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે મેગેજીનની પબ્લિશર્સે તે શૂટ માટે કરીનાને 30થી 40 લાખ રૂપિયા ચૂકવ્યા છે, જે આ પહેલા કોઈને નથી મળ્યા.

જણાવી દઈએ કે, ફિલ્મની સિવાય કરીનાએ ડાન્સ રિયાલિટી શો, ડાન્સ ઈન્ડિયા ડાન્સની સાથે પોતાનું ટીવી ડેબ્યૂ પણ કર્યું છે. અંગ્રેજી મીડિયમની જો વાત કરવામાં આવે તો આ ફિલ્મમાં કરીના એક પોલીસ ઓફિસરના રૂપમાં નજરે પડશે. આ પહેલા કરીનાએ પોલીસનો રોલ નથી કર્યો. તે બાદ તે અક્ષય કુમાર સાથે ગુડ ન્યૂઝ અને આમિર ખાન સાથે લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન