Kareena Kapoor on Amrita Singh
  • Home
  • Entertainment
  • Bollywood
  • પતિ સૈફ અલી ખાનની પૂર્વ પત્ની અમૃતા અને દિકરી સારાને લઈને કરીનાએ કહ્યું કંઈક આવું

પતિ સૈફ અલી ખાનની પૂર્વ પત્ની અમૃતા અને દિકરી સારાને લઈને કરીનાએ કહ્યું કંઈક આવું

 | 3:21 pm IST

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાને કાર્તિક આર્યન અને સારા અલી ખાન વિશે ચર્ચા કરી હતી. કરીનાએ ખુલાસો કર્યો છે કે તેઓ બહુ જલ્દી એક બિગ બજેટ ફિલ્મમાં એકસાથે જોવા મળશે. સાથે જ કરીનાએ પતિ સૈફ અલી ખાનની પૂર્વ પત્ની વિષે પણ વાત કરી હતી.

જાણીતા શો કોફી વિથ કરણમાં કરણ જોહરે એક્ટ્રેસ કરીનાને તેના અને સૈફ અલી ખાનની એક્સ પત્ની અમૃતા સિંહ વચ્ચેના સંબંધો વિશે સવાલ કર્યો. કરીનાએ કહ્યું કે ‘સૈફ અલી ખાન સાથેના લગ્ન પછી હું એકવાર પણ અમૃતા સિંહને નથી મળી. હું તેનો બહુ આદર કરું છું. મારી અને તેની મુલાકાત કભી ખુશી કભી ગમ દરમિયાન થઈ હતી.

કરીનાએ ઉમેર્યું હતું કે, સૈફની દીકરી સારા મારી મોટી ફેન હતી અને તે સારાની મારી સાથે મુલાકાત કરાવવા માટે તેને લઈને આવી હતી. સૈફના બંને બાળકોનો ઉછેર અમૃતાએ કર્યો છે અને બધી જ વાતની ક્રેડિટ અમૃતાને જાય છે.’

તાજેતરમાં જ સારા અલી ખાને જણાવ્યું હતું કે, તે તેની માતા અમૃતાની બે ફિલ્મો ‘ચમેલી કી શાદી’ અને ‘આઇના’ની રિમેકમાં કામ કરવા ઇચ્છે છે. તેણે પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું છે કે ચમેલી કી શાદીમાં તેમનું કોમિક ટાઇમિંગ અને માસુમિયત ગજબ હતા. આ સાથે મને આઇનાની રિમેકમાં પણ કામ કરવું ગમશે. આ ફિલ્મમાં તેઓ લિડિંગ રોલમાં નહોતી. આમ છતાં તેમનો રોલ એટલો મજબુત હતો કે તેમને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો.

કોફી વિથ કરણની સિઝન 6ના ફિનાલે એપિસોડમાં કરીના કપૂર ખાન અને પ્રિયંકા ચોપડા મહેમાન બનને પહોંચ્યા હતા. આ દરમિયા બંનેએ અનેક રહસ્યોનો પર્દાફાશ કર્યો છે. કરીનાએ એપિસોડમાં મલાઇકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચે અફેયર ચાલતું હોવાની વાત સ્વીકારી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન