Kareena Kapoor reaction to weared Kim Kardashian 2021 MET Gala all-black ensemble
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • હોલિવૂડ મૉડલે પહેરી લીધા એવા કપડાં કે કરીના કપૂર પણ ચોંકી, ચારેયકોર થઇ રહી છે તેની જ ચર્ચા

હોલિવૂડ મૉડલે પહેરી લીધા એવા કપડાં કે કરીના કપૂર પણ ચોંકી, ચારેયકોર થઇ રહી છે તેની જ ચર્ચા

 | 11:45 am IST
  • Share

કિમ કાર્દાશિયન તેના અલગ અંદાજને કારણે સમગ્ર વિશ્વમાં જાણીતી છે. રિયાલિટી ટીવી સ્ટાર કિમ કાર્દાશિયન તાજેતરમાં મેટ ગાલા 2021 માં જોવા મળી હતી. પરંતુ કિમે મેટ ગાલામાં પહેરેલો ડ્રેસ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો હતો. કિમ કાર્દાશિયન બ્લેક કલરના ડ્રેસમાં દેખાઇ હતી અને તેનો આખો ચહેરો પણ માસ્કમાં છુપાયો હતો. આ રીતે તેનો લુક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર પણ તેની સ્ટાઈલ જોઈને ચોંકી ગઇ છે.

kareena

 

View this post on Instagram

 

A post shared by Kim Kardashian West (@kimkardashian)

>મેટ ગાલા 2021 નું આયોજન ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ ખાતે કરવામાં આવ્યું હતું. આમાં, કિમ કાર્દાશિયને જે કાળો ડ્રેસ પહેર્યો હતો, તેણે તેને પગથી માથા સુધી ઢાંકી દીધી હતી. કરીના કપૂરે પણ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ ફોટો શેર કર્યો અને લખ્યું, ‘શું થઈ રહ્યું છે?’ આ રીતે કરીના કપૂર ખાન પણ કિમ કર્દાશિયનની આ સ્ટાઈલથી આશ્ચર્યચકિત થઈ ગઈ છે.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે મેટ ગાલા કોરોના વાયરસ રોગચાળાને કારણે થઈ શક્યો ન હતો. જો કે, આ વખતે પણ મર્યાદિત સંખ્યામાં મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને હાજરી આપવા માટે રસીકરણ ફરજિયાત હતું. આ વખતે પણ મેટ ગાલામાં સેલિબ્રિટીઓ આશ્ચર્યજનક રીતે જોવા મળી હતી, પરંતુ કિમ કાર્દાશિયનની સ્ટાઇલ અલગ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન