kareena kapoor revealed they watch tv when taimur goes to sleep
  • Home
  • Entertainment
  • Bollywood
  • સાંજે તૈમુર સુઈ જાય પછી જ કરિના અને સેફ કરે છે આ કામ, એ જાગતો હોય તો…

સાંજે તૈમુર સુઈ જાય પછી જ કરિના અને સેફ કરે છે આ કામ, એ જાગતો હોય તો…

 | 2:50 pm IST

નાનપણથી જ હિરોનું પદ જેને મળી ચૂક્યું છે એવો કરિનાનો દીકરો તૈમુર પહેલેથી જ ચર્ચામાં છે. એવામાં એના વિશે બીજી એક ખબર સામે આવી રહી છે. આ વખતે એની શરારતની ખબર સામે આવી છે. કરિનાએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે, હું અને સેફ સાંજે તૈમુર સુઈ જાય પછી જ ટીવી જોઈએ છીએ. એ જાગતો હોય ત્યા સુધી અમે ટીવી જોવાનું ટાળીએ છીએ.

આ વાતનું કારણ જણાવતા કરિના કહે છે કે, તૈમુરને નાનપણથી જ ટીવીની લત ના લાગી જાય એ માટે અમે નક્કી કર્યું છે. કારણ કે તે મોટા ભાગે બહાર ફરતો અને કંઈક કરતો નજરે ચઢે છે.

ઉલ્લેખનીય છે કે કરિના પરિવાર સાથે રજા મનાવવા ગઈ છે. રિપોર્ટ છે કે તે ઈટલીમાં ફરવા ગયા છે. થોડા સમયમાં કરિનાનો ટીવી શો શરૂ થવાનો છે. એના વિશે સેફનું શું કહેવું છે એ પણ કરિનાએ વાત કરી કે, સેફને એ વાતની ચિંતા છે કે મારે રોજનું 10થી 12 કલાક શુટિંગ કરવું પડશે.

કરિનાનાં ટીવી ડેબ્યુ સિવાય એના નવા ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ની વાત પણ ચર્ચામાં છે. આ ફિલ્મમાં કરિના અક્ષય સાથે જોવા મળશે. ‘ગુડ ન્યૂઝ’ ફિલ્મ 27 ડિસેમ્બરે રિલિઝ થવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન