Kareena Kapoor, Saif Ali Khan Donate for COVID-19 Relief Work
  • Home
  • Entertainment
  • Bollywood
  • આ તો જબરું થયું! કરિના-સૈફે કોરોના માટે દાન કર્યું છતાં લોકોએ આ કારણે ખરી-ખોટી સંભળાવી

આ તો જબરું થયું! કરિના-સૈફે કોરોના માટે દાન કર્યું છતાં લોકોએ આ કારણે ખરી-ખોટી સંભળાવી

 | 10:41 am IST

કોરોના વાયરસે હાલમાં આખા વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. ત્યારે બોલિવૂડ સેલેબ્સ પણ પોતાના તરફથી યોગદાન આપી રહ્યા છે. હવે કરિના અને સૈફ પણ આ મામલે આગળ આવ્યા છે અને દાન કર્યું છે. ભારતમાં અત્યાર સુધી 50 લોકોની આ કારણે મોત થયા છે.

હાલમાં જ કરિના કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા પીએમ કેયર્સમાં પોતાના યોગદાન આપવાની જાહેરાત કરી હતી. આ પહેલા પીએમ કેયર્સમાં સહાય ન કરવા માટે પહેલા સૈફ અને કરીનાને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા. કરિનાએ આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, અમે પીએમ કેર ફંડ અને મુખ્યમંત્રી રાહત કોષ (મહારાષ્ટ્ર)માં પોતાનું યોગદાન આપ્યું છે. આ સમયે મદદ માટે આગળ કરવામાં આવેલ એક એક રૂપિયાની કિંમત છે. જેટલું થઇ શકે તેટલું તમે પણ કરો.

View this post on Instagram

🙏🏻🙏🏻

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

એ સિવાય કરિના કપૂરે આ પહેલા કોરોના જંગથી લડી રહેલી વિદેશી સંસ્થાઓને પણ દાન કર્યું છે. કરીના અને સૈફે યુનિસેફ Give India અને ઇન્ટરનેશઆનલ એસોસિએશન ફોર હ્યૂમન વૈલ્યૂઝને કોરોના વાયરસ સામે લડવા માટે ડોનેશન આપ્યું છે. પણ લાગે છે કે સોશિયલ મીડિયામાં તેના ફેન્સ આ વાતથી ખૂબ ખુશ નથી. અને તેમણે કરિના અને સૈફને ગ્લોબલ એજન્સીમાં દાન કરવા અને ભારતીય સંસ્થામાં દાન ન કરવા મામલે રોષ વ્યક્ત કર્યો હતો. તેમને પીએ કેર ફંડ ડોનેટ ન કરવા માટે પણ ટ્રોલ કરવામાં આવ્યા હતા.

આ વીડિયો પણ જુઓ: ચીનથી એક સારા સમાચાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન