Kareena Kapoor show stopper at Lakme Fashion Week 2021
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • લેકમી ફેશન વીક 2021માં કરીના કપૂર શો સ્ટોપર બની રેમ્પ વોક કર્યું

લેકમી ફેશન વીક 2021માં કરીના કપૂર શો સ્ટોપર બની રેમ્પ વોક કર્યું

 | 10:30 am IST
  • Share

  • કરીનાએ વન શોલ્ડર વ્હાઇટ શિમરી ગાઉન પહેરી ગ્લેમરસ રેમ્પવોક કર્યુ
  • લેકમી ફેશન વીક 2021નું ફિનાલે રવિવારે હતું
  • ફિનાલેમાં કરીના કપૂર શો સ્ટોપર બની

 

લેકમી ફેશન વીક 2021નું ફિનાલે રવિવારે હતું. 5 દિવસ ચાલેલ આ ઇવેન્ટમાં ફેશન અને સુંદરતાનો તાલમેલ જોવા મળ્યો. ફિનાલેમાં કરીના કપૂર શો સ્ટોપર બનીને પહોંચી. દર વર્ષની જેમ આ વર્ષે પણ કરીના છવાઈ ગઈ હતી અને દરેક જગ્યા પર તેની જ ચર્ચા થઈ રહી હતી. કૂરીનાએ ડિઝાઇનર ગૌરવ ગુપ્તા માટે રેમ્પ વોક કર્યું. રેમ્પ વોક વખતે તેનો અદ્ભુત સ્વેગ અને જબરદસ્ત કોન્ફિડન્સ જોવા લાયક હતો.

કરીનાએ વન શોલ્ડર વ્હાઇટ શિમરી ગાઉન પહેર્યું હતું જે મરમેડ સ્ટાઇલ અને ફ્લોર લેન્થમાં હતું. કરીનાએ મેકઅપની પણ અહી ચર્ચા કરવી પડશે તેણે હેરમાં ટાઇટ બન બનાવ્યું હતું જેથી જોનાર દરેકનું ધ્યાન માત્ર તેના કપડાં પર જાય. ફ્લોલેસ બેસ, કોન્ટયૂર ચીકબોન્સ, ગોલ્ડન આઇશેડો અને ડાર્ક કાજલ તેની સુંદરતાને વધુ સુંદર બનાવતા હતા.

તેણે વાઇન કલરની લિપસ્ટિક લગાવી હતી અને કોઈ જ્વેલરી કેરી કરી નહતી. કરીના જ્યારે સ્ટેજ પર ગૌરવ ગુપ્તાની સાથે પહોંચી હતી ત્યારે પાણીથી ભરેલ સ્ટેજને અલગ લૂક મળ્યો હતો. જેહના જન્મ સમયથી કરીનાનું વજન ખૂબ વધી ગયું હતું.

ડિલિવરી બાદ તે સતત વર્કઆઉટ કરી રહી હતી અને અંતે તે ફિટ અને પરફેક્ટ શેપમાં આવી ગઈ છે. કરીના દર વર્ષે લેકમી ફેશન વીકમાં જોવા મળે છે. દર વર્ષે તે તેના ગ્રેસ અને એલિગેન્સથી સૌને પાછળ છોડી દે છે. આ વર્ષે લેકમી ફેશન વીકમાં બોલિવૂડના ઘણાં સેલિબ્રિટીઝે ગ્લેમરસ ડિઝાઈનર આઉટફિટમાં રેમ્પ પર જાદુ ચલાવ્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો