NIFTY 10,311.70 +2.75  |  SENSEX 33,271.09 +20.16  |  USD 65.0300 +0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • બુક લોન્ચ કરવા પહોંચેલી કરીનાએ કરી સાવકી દીકરી, નણંદ અને પતિની વાતો જાહેર

બુક લોન્ચ કરવા પહોંચેલી કરીનાએ કરી સાવકી દીકરી, નણંદ અને પતિની વાતો જાહેર

 | 6:05 pm IST

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન હાલમાં જ ડાઇટીશિયન ઋજુતા દિવેકરના પુસ્તક ‘પ્રેગ્નેન્સી નોટ્સ’ના લોન્ચ પર પહોંચી. આ ઇવેન્ટ મુંબઇના બાંદરા સ્થિત એક બુકસ્ટોરમાં હતી. આ મોકા પર કરીના તેના પતિ સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતા સિંહની દિકરી સારા અલી ખાનને એક્ટિંગ ટિપ્સ આપે છે કે નહીં તે વિશે કોઈએ સવાલ કરતા કરીનાએ પહેલાં કહ્યું, હું તેની ટીચર થોડી છું? જોકે પછી વાતને વળાંક આપતા કરીનાએ કહ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે સારા એક ટેલેન્ટેડ છોકરી સાબિત થશે. મને પૂરો વિશ્વાસ છે કે તે પોતાના સુંદર ચેહરા અને ટેલેન્ટના બળ પર બોલિવૂડની એક કામયાબ હીરોઇન સાબિત થશે.

સારા હાલમાં બોલિવૂડમાં કરિયરની શરૂઆતની તૈયારી કરી રહી છે જ્યારે નણંદ સોહા અલી ખાન પ્રેગનન્ટ છે. કરીનાએ નણંદ સોહા અલી ખાનને ટિપ્સના બીજા સવાલ પર કહ્યું કે સૌથી પહેલા હું મારી નણંદ સોહાને કિતાબ ગિફ્ટ કરીશ, જેથી મને ઘણી મદદ મળશે.

કરીના પતિ સૈફ અલી ખાનના ઘરેલું કામમાં મદદ કરે છે અને કરીનાએ ખાસ કરીને રસોઈ બનાવવાની કલાના પણ વખાણ કર્યા છે. કરીના એમ પણ કહ્યું સૈફ રિયલમાં રસોઈ બનાવે છે. જો હું તેને દાળ અથવા બીજી કોઇ સબ્જી બનાવાનુ કહું તો તે થોડો પરેશાન થઇ જાય છે, પણ સૈફ પાસ્તા બહુજ સ્વાદિષ્ટ બનાવે છે.