kareena saif wedding anniversary kareena married saif on one condition
  • Home
  • Entertainment
  • Bollywood
  • કરીના અમથી એકવાર પરણેલા સૈફને નથી પરણી, લગ્ન વખતે રાખી હતી શરત! કહ્યું-હું પૈસા…

કરીના અમથી એકવાર પરણેલા સૈફને નથી પરણી, લગ્ન વખતે રાખી હતી શરત! કહ્યું-હું પૈસા…

 | 3:16 pm IST

બોલિવૂડમાં આમ તો સાંજ થાય ત્યાં તો કેટલીય લવ સ્ટોરી નવી શરૂ થાય અને કેટલીકનો અંત આવે. તો વળી આ જ લવ સ્ટોરીમાંથી અમુક લગ્નમાં પણ પરિવર્તિત થાય છે. પરંતુ સૈફ અલી ખાન અને કરિનાનાં લગ્ન ભારે ચર્ચામાં રહ્યા હતા. આજે 16 ઓક્ટોબરે તેની સાતમી વેડિંગ એનિવર્સરી છે.

વર્ષ 2012માં જ્યારે સૈફ અને કરીનાના લગ્ન થયા. કરીના સૈફ કરતા 10 વર્ષ નાની હતી એટલે ભારે ચર્ચામાં રહ્યા હતા આ લગ્ન. આ કપલે એ સાબિત કરી બતાવ્યું હતું તે પ્રેમને ઉમર સાથે કોઈ લેવાદેવા નથી. ફિલ્મથી આ લવ સ્ટોરી શરૂ થઈ હતી. ટશન ફિલ્મની શુટિંગ દરમિયાન કરીનાને સૈફ સાથે પ્રેમ થયો હતો. ફિલ્મ તો ફ્લોપ રહી પણ લવ સ્ટોરી સુપરહિટ રહી.

બંન્નેની લવ સ્ટોરીનો ભાંડો ત્યારે ફૂટ્યો કે જ્યારે કરીનાએ સૈફના નામનું ટેટું કરાવ્યું. ત્યારે બન્ને વચ્ચે ખુબ સારૂ બોન્ડિંગ હતું. હાલમાં પણ બંન્ને હાથમાં હાથ નાખીને ફરતાં જોવા મળે છે. પરંતુ કરીનાએ લગ્ન વખતે એક શરત રાખી હતી કે જેનો ઉલ્લેખ અભિનેત્રીએ એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો.

કરીનાએ સૈફ સામે શરત રાખી હતી કે, હું તમારી પત્ની છું અને કામ કરીશ, પૈસા કમાઈશ પરંતુ તમારે મને આખી લાઈફ સપોર્ટ કરવો પડશે. લગ્નના ચાર વર્ષ બાદ 20 ડિસેમ્બર 2016નાં રોજ એક બાળક તૈમુરનો જન્મ થયો. ત્યારબાદ સૈફ અને કરીનાની લાઈફ પણ બદલાઈ ગઈ. હાલમાં તૈમુર પણ ખુબ ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે કરીનાએ બેબી બંપ સાથે પણ રેમ્પ વોક કર્યું અને પ્રેગ્નેંસી દરમિયાન પણ કામ કરતી રહી.

આ વીડિયો પણ જુઓ: બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવાનો મામલો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન