કરીનાએ દીકરાનો સ્પષ્ટ ચહેરો દેખાય એવી તસવીર કરી જાહેર, લેટેસ્ટ ફોટો જોવા કરો ક્લિક - Sandesh
NIFTY 10,535.60 -29.70  |  SENSEX 34,361.23 +-66.06  |  USD 65.9850 +0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • કરીનાએ દીકરાનો સ્પષ્ટ ચહેરો દેખાય એવી તસવીર કરી જાહેર, લેટેસ્ટ ફોટો જોવા કરો ક્લિક

કરીનાએ દીકરાનો સ્પષ્ટ ચહેરો દેખાય એવી તસવીર કરી જાહેર, લેટેસ્ટ ફોટો જોવા કરો ક્લિક

 | 4:37 pm IST

હાલમાં કરીના કપૂર ખાન દિકરા તૈમુરના જન્મ બાદ લગભગ ત્રણ મહિના પછી પહેલી વાર દિકરા સાથે દેખાઈ હતી. કરીના કારમાં તૈમુર સાથે બહાર જતી દેખાઈ રહી છે. કારમાં તૈમુરને લઈને તેની આયા બેઠી છે. તેની બાજુમાં કરીના કપૂર છે અને તે ફોન પર વાત કરી રહી છે. કરીના પોતાના પુત્ર તૈમુર સાથે મોમ બબિતાના ઘરે જતી જોવા મળી હતી. આ સમયે બીજી કારમાં તૈમુરની માસી કરિશ્મા પણ જોવા મળી હતી. જોકે આ તસવીરોમાં તૈમુર સ્પષ્ટ નહોતો દેખાતો પણ આજે કરીનાએ દીકરા સાથે મસ્તી કરતી તેની તસવીર જાહેર કરીને ચાહકોને ખુશ કરી દીધા છે. મળતી માહિતી પ્રમાણે કરીના પોતાના દીકરાને ‘વીરે દી વેડિંગ’ના સેટ પર પણ લઈ જવાની છે એટલે ટૂંક સમયમાં તૈમુરની અન્ય તસવીરો પણ જોવા મળશે એ વાત પાકી છે.

17264491_1272183929486094_2270317852677032814_n

મળતી માહિતી પ્રમાણે કરીના બોલીવુડના ચાર ખાન એટલે કે શાહરુખ, સલમાન, આમિર અને પોતાના પતિ સૈફનાં હિટ સોન્ગ્સ પર આજના ઝી સિને અવૉર્ડ્સમાં ડાન્સ કરવાની છે. મળતી માહિતી અનુસાર કરીનાનાં મોટાભાગનાં હિટ સોન્ગ ખાન-સ્ટાર્સ સાથેનાં હોવાથી એ ‘બજરંગી ભાઈજાન’ (સલમાન), ‘થ્રી ઇડિયટ્સ’ (આમિર), ‘ટશન’ (સૈફ) અને ‘RA.OnE (શાહરુખ)નાં ગીતો પર પર્ફોર્મ કરશે.

આ પર્ફોર્મ માટે કરીનાનું સ્ટાઇલિંગ મનીષ મલ્હોત્રાએ કર્યું છે. એક અહેવાલ મુજબ કરીનાના આ ઠુમકા લગાવવા માટે તેને તોતિંગ રકમ ચૂકવવામાં આવી છે. જો કે પ્રેગ્નન્સી પછી વધેલા વજનને ઉતારવામાં વ્યસ્ત કરીનાની કમબેક ફિલ્મ ‘વીરે દી વેડિંગ’નું શૂટિંગ શરૂ થઇ ગયું છે. ફિલ્મમાં કરીના કપૂર ખાન ઉપરાંત સોનમ કપૂર, જિમી શેરગીલ અને દિલજોત છે. અભિનેતા જિમી શેરગીલ અને દિલજોતે ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે.