Karina Kapoor Khan's Diwali Celebration Photos Viral
  • Home
  • DIWALI
  • Photos: કરીનાની દિવાળી સેલિબ્રેશનની તસવીરો વાયરલ, હૉટ અંદાજ જોઇને શ્વાસ થંભી જશે

Photos: કરીનાની દિવાળી સેલિબ્રેશનની તસવીરો વાયરલ, હૉટ અંદાજ જોઇને શ્વાસ થંભી જશે

 | 3:19 pm IST

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન પોતાની તસવીરોને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ કરીનાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કરીના કપૂર ખાનની આ તસવીરોને ઘણી જ પસંદ કરવામાં આવી રહી છે.

આ તસવીરોમાં કરીના કપૂર ગ્રીન કલરની સાડીમાં ઘણી જ સુંદર લાગી રહી છે. આ સાથે જ કરીનાએ સિંદૂર લગાવેલું છે જે તેના લૂકને ઘણો જ સુંદર બનાવી રહ્યું છે.

તસવીરોમાં કરીના કાતિલ અંદાજમાં કેમેરા સામે પોઝ આપતી જોવા મળી રહી છે. કરીનાનાં ગ્લેમરસ અંદાજને તેના ફેન્સ ઘણો જ પસંદ કરી રહ્યા છે. આ તસવીરો કરણ જોહરનાં ઘરે થયેલી દિવાળી સેલિબ્રેશનની છે. વર્કફ્રંટની વાત કરીએ તો કરીના કપૂરની તાજેતરમાં રીલીઝ થયેલી ફિલ્મ ‘વીરે દી વેડિંગ’એ સારી કમાણી કરી હતી. કરીના ફિલ્મ ‘તખ્ત’નું શૂટિંગ જલ્દી શરૂ કરશે. ફિલ્મમાં કરીના કપૂર, રણવીર સિંહ, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, ભૂમિ પેડનેકર, જ્હાન્વી કપૂર અને અનિલ કપૂર જોવા મળશે.