Jiah Khan's Sister Karishma Khan's Socking revelation About Sajid Khan
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • જિયા ખાનની બહેનના ખુલાસાથી બોલીવુડમાં ખળભળાટ, સાજિદ ખાને કહ્યું હતુ- ટૉપ ઉતાર અને…

જિયા ખાનની બહેનના ખુલાસાથી બોલીવુડમાં ખળભળાટ, સાજિદ ખાને કહ્યું હતુ- ટૉપ ઉતાર અને…

 | 9:00 pm IST
  • Share

બોલીવુડ ઇન્ડસ્ટ્રી (Bollywood Film Industry)માં કેટલાક એવા કલાકારો રહ્યા છે જેમના પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ લાગ્યો છે. આમાંથી એક નામ ફિલ્મ ડાયરેક્ટર સાજિદ ખાન (Sajid Khan)નું પણ છે. સાજિદ ખાન પર વર્ષ 2018માં ઇન્ડસ્ટ્રીની કેટલીક મહિલાઓ દ્વારા સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવવામાં આવ્યો હતો. હવે એકવાર ફરીથી તેમના પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ લાગ્યો છે. આ વખતે તેમના પર આ આરોપ અભિનેત્રી જિયા ખાન (Jiah Khan)ની બહેન કરિશ્મા (Karishma Khan)એ લગાવ્યો છે.

જિયાને ટૉપ અને બ્રા ઉતારવા માટે કહ્યું હતુ

તેના જણાવ્યા પ્રમાણે સાજિદ ખાને જિયાને સેક્સ્યુઅલ હેરેસ કરી હતી. ગત અઠવાડિયે એક ટીવી પ્રોગ્રામ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો જે બોલીવુડ એક્ટ્રેસ જિયા ખાન પર આધારિત છે. આને ફક્ત યુનાઇટેડ કિંગડમમાં રિલીઝ કરવામાં આવ્યો છે. આ વેબ સિરીઝના બીજા એપિસોડમાં જિયા ખાનની બહેન કરિશ્માએ વાતચીત દરમિયાન ફિલ્મ ડાયરેક્ટર સાજિદ ખાન પર નિશાન સાધ્યું છે. જિયાની બહેન કરિશ્માએ કહ્યું કે, “રિહર્સલનો સમય હતો. જિયા સ્ક્રિપ્ટ વાંચી રહી હતી. તે જ સમયે સાજિદે જિયાને ટૉપ અને બ્રા ઉતારવા માટે કહ્યું હતુ. તેને ના સમજમાં આવ્યું કે, શું કરવું છે. તેણે કહ્યું હતુ કે, ફિલ્મની શૂટિંગ અત્યારે શરૂ નથી થઈ અને આ બધુ થઈ રહ્યું છે. તે ઘરે આવી અને રડવા લાગી.”

જિયાની બહેનને સાજિદે શું કહ્યું હતુ?

ડેથ ઇન બોલીવુડથી એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે કહી રહી છે કે, “હું આ ફિલ્મની સાથે કૉન્ટ્રાક્ટમાં છું. જો હું શૉ છોડીશું તો મને ધમકી આપવામાં આવશે અને મારું નામ બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. જો હું ફિલ્મમાં રહીશ તો મારી સાથે જાતિય સતામણી થશે. ચારેય બાજુથી તે ફસાયલી હતી આ કારણે તેણે ફિલ્મમાં કામ કર્યું.” ઉલ્લેખનીય છે કે આ કિસ્સો ‘હાઉસફુલ’ ફિલ્મની શૂટિંગ દરમિયાનનો છે. ત્યારબાદ કરિશ્માએ પોતાની સાથે બનેલી એક ઘટના શેર કરતા કહ્યું કે, “મને યાદ છે કે જ્યારે હું સાજિદ ખાનના ઘરે મારી મોટી બહેન (જિયા ખાન)ની સાથે ગઈ હતી. મને યાદ છે કે હું 16 વર્ષની હોઈશ. મે ફક્ત સ્ટ્રેપી ટૉપ પહેર્યું હતુ. સાજિદ મને ઘુરીને જોવા લાગ્યો અને કહ્યું કે- ઓહ આને સેક્સ જોઈએ છે.

જિયા ખાને વર્ષ 2013માં આત્મહત્યા કરી લીધી હતી

ત્યારે મારી બહેન જિયા ખાન મારા બચાવમાં આવી. તેણે કહ્યું કે – ના એવું બિલકુલ નથી. તમે આ શું વાત કરી રહ્યા છો. આના પર સાજિદે કહ્યું કે- જો તો એ કઈ રીતે બેઠી છે. આના પર મારી બહેને કહ્યું કે, ના, એ નાદાન છે. તેને એ પણ નથી ખબર કે તેને શું જોઈએ છે. ત્યારબાદ થોડીક જ વારમાં અમે ત્યાંથી જતા રહ્યા. ઉલ્લેખનીય છે કે, જિયા ખાને વર્ષ 2013માં આત્મહત્યા કરી લીધી હતી. સાજિદ ખાનની વાત કરીએ તો તેના પર 2018 બાદ ઇન્ડસ્ટ્રીની અનેક અભિનેત્રીઓ અને ક્રૂ મેમ્બર્સ આરોપ લગાવી ચુક્યા છે. એક પત્રકારે પણ તેના પર આરોપ લગાવ્યો હતો.

આ વિડીયો પણ જુઓ: PM મોદી બન્યા સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન