Randhir kapoor and karisma meet rishi in new york neetu shares selfie
  • Home
  • Featured
  • Photos: હોસ્પિટલમાં ઋષિ કપૂરની પહેલી તસવીર, પત્ની નીતૂ, મોટા ભાઈ સાથે દેખાયા

Photos: હોસ્પિટલમાં ઋષિ કપૂરની પહેલી તસવીર, પત્ની નીતૂ, મોટા ભાઈ સાથે દેખાયા

 | 2:46 pm IST

ઋષિ કપૂર છેલ્લા કેટલાક મહીનાથી ન્યૂયોર્કમાં પોતાની સારવાર કરાવી રહ્યા છે. પત્ની નીતૂ કપૂરે એક હિંટ પણ આપી હતી કે ઋષિ કપૂર ટૂંક સમયમાં પરત ફરી રહ્યા છે. કેટલાક રિપોર્ટ અનુસાર એવી વાત સામે આવી છે જ્યારે કરિશ્મા કપૂર અને રણધીર કપૂર, ઋષિ કપૂરને મળવા ન્યૂયોર્ક પહોંચ્યા હતા. ત્યાંથી એક તસવીર સામે આવી છે. તસવીર મોટાભાગે હોસ્પિટલથી આવી છે. ઋષિ કપૂર જે બેડ પર બેઠા છે તે હોસ્પિટલનો બેડ જેવો લાગી રહ્યો છે.

ઋષિ કપૂર છેલ્લા કેટલાક મહીનાથી ન્યૂયોર્કમાં પોતાની સારવાર કરી રહ્યા છે. પત્ની નીતૂ કપૂર સતત તેમની સાથે રહ્યા હતા. નીતૂ કપૂરે ઋષિ કપૂર સાથે નવા ફોટાઓ શેર કર્યા છે. નીતૂએ ફોટાઓ શેર કરી કેપ્શનમાં લખ્યુ છે કે The bestest brothers ever. their conversation is only food though. #family #bond #forever.

આપને જણાવી દઈએ કે નીતૂએ જે ફોટાઓ શેર કર્યા છે તેમાં ઋષિ કપૂરની સાથે પત્ની નીતૂ, મોટો ભાઈ રણધીર કપૂર અને ભત્રીજી કરિશ્મા કપૂર પણ નજરે આવી રહી છે. ફોટાઓમાં ઋષિના ચહેરા પર હલ્કી સ્માઈલ જોવા મળી રહી છે. ઋષિ કપૂરના વાળ પહેલા કરતા થોડા ઓછા દેખાઈ રહ્યા છે.

આ હોસ્પિટલની અંદરની ઋષિ કપૂરની પહેલી ફોટો છે. આ પહેલા પણ ઋષિ કપૂરના કેટલાક ફોટાઓ સામે આવી ચુક્યા છે, પણ તે ફોટાઓ હોસ્પિટલની અંદરના નહોતા. કરિશ્મા અને રણધીરની સાથે શાહરૂખ ખાન-ગૌરી ખાન, આમિર ખાન, પ્રિયંકા ચોપડા, સોનાલી બેંદ્રે, અનુપમ ખેર જેવા બોલીવુડના સેલેબ્સ ઋષિ કપુરને મળવા ન્યુયોર્ક પહોંચ્યા હતા. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ઋષિ કપૂરને મળવા ન્યૂયોર્ક જાય છે. આલિયાએ નવું વર્ષ ત્યાંજ ઉજવ્યુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન