NIFTY 10,118.05 -68.55  |  SENSEX 32,760.44 +-181.43  |  USD 65.2050 -0.21
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • કરજમાફી : ખેતી – કોર્પોરેટની સમાન વિચારણા કરો

કરજમાફી : ખેતી – કોર્પોરેટની સમાન વિચારણા કરો

 | 2:05 am IST

ઇશ્યૂ ઇન ન્યૂઝ

ખેડૂતોનાં કરજની માફીની જાહેરાતો ચૂંટણીપ્રચારમાં થયેલી. હવે તેમના પર અમલ થવાનો શરૂ થયો છે. ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નાના અને સીમાંત એવા એક લાખ ખેડૂતોનાં કરજ માફ કર્યાં છે. ઘઉંના ટેકાના ભાવ પણ ઓછામાં ઓછા ૮૦ લાખ ટન ઘઉંની ખરીદી માટે નક્કી કરવામાં આવ્યા છે. આમ તો દેશનાં ખેતીક્ષેત્રે કાયાકલ્પની કેવી કલ્પના છે તેની જાણ નથી પણ આવા સમયમાં જ્યારે ખેડૂત ઝડપથી કરજની જાળમાં ફસાઈ રહ્યા છે ત્યારે ૩૦,૭૨૯ કરોડ રૂપિયાની કરજમાફી પ્રદેશના ૮૮.૬૮ લાખ ખેડૂતોને રાહત મળશે. તે સાથે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે, સરકાર ૫,૬૩૦ કરોડ રૂપિયાનાં કરજ પણ માફ કરશે જે સામાન્ય ખેડૂતો પર છે. જે રાજ્ય સરકાર તે માટે આગળ નહીં આવે તો કદાચ આ ખેડૂતોની સંપત્તિની હરાજીની શક્યતા ઊભી થઈ શકે. જો બંને પ્રકારનાં કરજની રકમને જોડીએ તો કુલ ૩૬,૩૫૬ કરોડ રૂપિયા  કુલ ૨.૧૫ કરોડ નાના અને સીમાંત ખેડૂત છે તેમાંથી ૯૫.૬૮ લાખ ખેડૂતોને લાભ થશે. એક વાત સાચી કે, આ માફી ચૂંટણીમાં આપેલા વાયદાને સો ટકા અનુકૂળ નથી પણ જે રાજકીય સાહસ સાથે આ ફેંસલો લેવાયો છે તેની પ્રશંસા થવી જોઈએ. નીતિઘડવૈયાઓ ખેડૂતોને રાહત આપવા તૈયાર નથી. સ્ટેટ બેન્કનાં ચેરપર્સન અરુંધતિ ભટ્ટાચાર્યે તો કહેલું કે કરજમાફી ખેડૂતોની ‘ક્રેડિટ ડિસિપ્લિન’ એટલે કે કરજની શિસ્ત વિરૂદ્ધ છે અને તેમને જાણીબૂજીને કરજની પરત ચુકવણી નહીં કરવાની પ્રેરણા આપશે.

ઉદ્યોગપતિઓ અને ખેડૂતોને એક જ દૃષ્ટિથી જોવાની જરૂર છે. વર્ષ ૨૦૧૨થી ૨૦૧૫ દરમિયાન ઉદ્યોગ ક્ષેત્રના ૧.૧૪ લાખ કરોડ રૂપિયાનાં ડૂબેલાં કરજને માફ કર્યું છે. આૃર્ય એ વાતનું છે કે, કોઈ પણ રાજ્ય સરકારને પોતાના ખજાનામાંથી પૈસા આપવાનું કહેવાતું નથી. ક્રેડિટ રેટિંગ એજન્સી ઈન્ડિયા રેટિંગ્સનું તો અનુમાન છે કે, નજીકનાં ભવિષ્યમાં ઉદ્યોગજગતનાં આવાં ચાર લાખ કરોડ કરજ માફ કરવામાં આવશે. ઉત્તર પ્રદેશ પર જ કરજમાફીનો બોજ શા માટે? રાષ્ટ્રીયકૃત બેન્કો જે રીતે કોર્પોરેટ ક્ષેત્રની લોન માફ કરે છે તે રીતે ખેડૂતોનું પણ કરજ માફ થવું જોઈએ. જોવાની ખૂબી એ છે કે, કરજમાફીની રકમ કેટલી છે, તે જોઈએ તો એક મોટી સ્ટીલ કંપની પર પણ ૪૪,૪૭૮ કરોડનું કરજ છે તેનાથી ઓછી રકમ છે. સ્ટીલ કંપનીઓ છે કે જેઓ ૧.૫ લાખ કરોડનાં કરજની માગ કરે છે અને જો અમલ થાય તો રાજ્ય સરકારે એક પૈસો દેવાનો નથી તો ખેડૂતોના કિસ્સામાં કેમ?

ખેતીક્ષેત્રનાં કરજનો બોજો રાજ્ય સરકારે શા માટે વહન કરવો જોઈએ? એક વાત સાચી કે ઉ. પ્ર.નાં આ સાહસિક પગલાંથી બીજાં રાજ્યો પર પણ આવાં કરજની માફીનું દબાણ વધશે. પંજાબ સરકારે તો ખેડૂતોના ૩૬,૦૦૦ કરોડ રૂપિયાનાં કરજની માફીનું કામ શરૂ કર્યું છે. મહારાષ્ટ્ર ૩૦,૫૦૦ કરોડનાં ખેતીનાં કરજની માફીની વાત કરે છે. કર્ણાટક, ગુજરાત, આંધ્ર, તેલંગણા, મધ્ય પ્રદેશ, હરિયાણા, ઓરિસ્સા અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ કરજમાફીની માગ થવા લાગી છે. છેલ્લાં ૨૧ વર્ષમાં દેશમાં ૩.૧૮ લાખ ખેડૂતોની આત્મહત્યા અને તેમાંથી ૭૦ ટકા કરજના બોજને કારણે હતી. આમ ઉત્તર પ્રદેશનો નિર્ણય ક્રાંતિકારી છે. ખેતીની સુધારણાની પણ યોજના છે. ૮૦ લાખ ખટન ઘઉંની ખરીદી આવી જ એક પહેલ છે જે ખેતીના નવા યુગની શરૂઆત કરી શકે. કેન્દ્ર સરકાર ૫,૦૦૦ કેન્દ્ર સ્થાપિત કરાશે જ્યાં ઘઉં ખરીદાશે. જે સમયમાં ખેતઉત્પાદન વેચાણ સમિતિ દ્વારા નિયંત્રિત બજાર દૂર કરવાની નીતિ લગાવાઈ રહી છે ત્યારે લઘુતમ ટેકાના ભાવના રૂપે એક રાહત ખેડૂતોને ન આપી ચિંતા વધારાઈ છે. ૮૦ લાખ ટન ઘઉંની ખરીદી મોટી બાબત છે, કારણ કે ૨૧૦૬-૧૭માં ૩૦ લાખ ટનનાં લક્ષ્યની તુલનામાં ૭.૯૭ લાખ ટન ઘઉંની જ ખરીદી થઈ હતી. ખેડૂતોની ઓછી આવક જ ખેતીનાં સંકટ માટેની જવાબદારી છે. તેથી એક ચોક્કસ રકમ મળવી અને બજાર મળે તે જ ઘણું છે.