સાઉથ આફ્રિકામાં ભરૂચના કરમાડાના યુવકની ગોળી મારી હત્યા - Sandesh
  • Home
  • Bhuj
  • સાઉથ આફ્રિકામાં ભરૂચના કરમાડાના યુવકની ગોળી મારી હત્યા

સાઉથ આફ્રિકામાં ભરૂચના કરમાડાના યુવકની ગોળી મારી હત્યા

 | 4:01 pm IST

દક્ષિણ આફ્રિકામાં નોકરી કરવા માટે ગયેલ ભરૂચના એક યુવાનની હત્યા થઇ ગઇ છે. લૂટના ઇરાદાથી લૂંટારુઓએ યુવકના ઘરે ધાડ પાડી હતી અને ગોળીઓનો વરસાદ કરીને ફરાર થઇ ગયા હતાં. ગોળી વાગવાથી ગંભીર રૂપે ઘાયલ યુવકનું મોત થઇ ગયું છે. મૃતક યુવકનું નામ સોહેલ દિલાવર ચંચોરિયા બતાવવામાં આવી રહ્યું છે.

સોહેલ ભરૂચ જિલ્લાના કરમાડા ગામનો નિવાસી હતો. તે નોકરી સંદર્ભે સાઉથ આફ્રિકા ગયો હતો. અહિંયા તે પ્રિટોરિયા શહેરમાં પત્ની અને ત્રણ વર્ષની દીકરી સાથે રહેતો હતો. એક જાણકારી અનુસાર, સોહેલ રાત્રિ દરમિયાન પરિવાર સાથે ઘરમાં હાજર હતો. તે દરમિયાન જ કેટલાક લૂંટારુઓ એ તેના ઘર પર ધાડ પાડી દીધી હતી અને ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધુ હતું. ધાડપાડુઓ દ્વારા વરસાવેલી ગોળીઓથી સોહેલ ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. બાદમાં લૂંટારુઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતાં.

હત્યાની ખબરથી કરમાડાગામ શોકગ્રસ્ત
સોહેલના માતા-પિતા અને અન્ય પરિવારજનો કરમાડાગામાં રહે છે. તે ત્રણ બહેનોનો એકનો એક ભાઇ છે. તેની હત્યાથી પરિજનો અને સમગ્ર ગામ દુખમા છે. એક જાણકારી અનુસાર, સોહેલના મૃતદેહને ભરૂચ લાવવામાં આવશે. આ અંતર્ગત ભારતીય દુતાવાસ તરફથી કાર્યવાહી શરૂ થઇ ગઇ છે.