કર્ણાટક ચૂંટણી: 2002માં મોદી માટે સીટ છોડનાર આ ગુજરાતીના હાથમાં કર્ણાટકની ચાવી - Sandesh
NIFTY 10,536.70 +20.00  |  SENSEX 34,651.24 +35.11  |  USD 68.0400 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કર્ણાટક ચૂંટણી: 2002માં મોદી માટે સીટ છોડનાર આ ગુજરાતીના હાથમાં કર્ણાટકની ચાવી

કર્ણાટક ચૂંટણી: 2002માં મોદી માટે સીટ છોડનાર આ ગુજરાતીના હાથમાં કર્ણાટકની ચાવી

 | 4:23 pm IST

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં વોટોની ગણતરી ચાલુ છે. રૂઝાનોમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને તો ઉભરી છે, પરંતુ હજુ પણ બહુમતીથી દૂર છે. એવામાં તમામની નજરો હવે રાજ્યના રાજ્યપાલ પર ટકેલી છે. સ્પષ્ટ બહુમતી નહીં મળવાની સ્થિતિમાં રાજ્યપાલની અગત્યની ભૂમિકા થઇ ગઇ છે. જોવાનું દિલચસ્પ થશે કે તેઓ સરકાર બનાવાની તક કોને આપે છે.

કર્ણાટકના રાજકારણણાં અત્યારે તમામની નજર જનતા દળ સેક્યુલર (જેડીએસ) અને કર્ણાટકના રાજ્યપાલ પર ટકેલી છે. ત્રિશંકુની પરિસ્થિતિમાં રાજ્યપાલની ભૂમિકા અગત્યની હોય છે. તાજેતરમાં ગોવા અને મણિપુરમાં ભાજપનો જાદુ જોવા મળ્યો હતો જ્યારે સૌથી મોટી પાર્ટી હોવા છતાં કૉંગ્રેસ સત્તાથી દૂર રહી હતી અને ભાજપને સરકાર બનાવાની તક મળી હતી.

કોણ છે કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળા
જો કર્ણાટકની વાત કરીએ તો ત્યાં રાજ્યપાલની ખુરશી પર ગુજરાતના વજુભાઇ વાળા છે, જે 2012થી 2014 સુધી ગુજરાત વિધાનસભાના સ્પીકર રહી ચૂકયા છે. કેન્દ્ર મોદી સરકાર બન્યા બાદ તેમણે કર્ણાટકના રાજ્યપાલ બનાવામાં આવ્યા હતા. તેમણે 2002ની સાલમાં નરેન્દ્ર મોદી માટે પોતાની સીટ છોડી દીધી હતી. બાદમાં તેમણે મોદી કેબિનેટમાં નાણાં મંત્રી તરીકે પણ કામ કર્યું હતું.

વજુભાઇ ભારતીય જનતા પાર્ટીના નેતા રહી ચૂકયા છે. ગુજરાત સરકારમાં તેઓ 1997થી 2012 સુધી કેબિનેટ મંત્રી સુધી જવાબદારી સંભાળી ચૂકયા છે. ભાજપ સરકારમાં તેમને ગુજરાતના નાણાંમંત્રી પણ બનાવ્યા હતા. વજુભાઇ રાજકોટ પશ્ચિમથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા હતા.

રૂઝાનોમાં જેડીએસ ત્રીજા નંબર પર જોવા મળી રહી છે. સ્થિતિ દેખાઇ રહી છે કે ભાજપ હોય કે કૉંગ્રેસ બંનેમાંથી કોઇને પણ સરકાર બનાવા માટે જેડીએસની જરૂર પડી શકે છે. એટલે કે આ પાર્ટી કિંગમેકરની ભૂમિકામાં હશે

રૂઝાનો અને પરિણામોના મતે ભાજપના ખાતામાં કુલ 107 સીટો આવતી દેખાઇ રહી છે, જે બહુમતીથી પાંચ ઓછી છે. બીજીબાજુ કૉંગ્રેસના ખાતામાં 74 અને જેડીએસના ખાતામાં 39 સીટો જતી દેખાઇ રહી છે. આવી પરિસ્થિતિમાં કૉંગ્રેસ અને ભાજપ બંનેને જેડીએસના સમર્થનની જરૂર પડશે. ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ જેડીએસને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે સાથો સાથ એમ પણ કહ્યું છે કે સીએમ જેડીએસના જ હશે.

પરિણામ આવ્યા બાદ જો જેડીએસ સાથે વાત બને છે તો કૉંગ્રેસ પાર્ટી રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સરકાર બનાવાનો દાવો રજૂ કરી શકે છે. એવામાં જોવાનું દિલચસ્પ હશે કે રાજ્યપાલ સરકાર બનાવા માટે કોને બોલાવે છે. બીજીબાજુ ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે સરકાર બનાવા માટે તમામ વિકલ્પો ખુલ્લા છે.