ભાજપને હિન્દી ભાષી પાર્ટીનો કટાક્ષ કરનારા લોકો માટે આ જીત એક જવાબ: PM મોદી - Sandesh
  • Home
  • Featured
  • ભાજપને હિન્દી ભાષી પાર્ટીનો કટાક્ષ કરનારા લોકો માટે આ જીત એક જવાબ: PM મોદી

ભાજપને હિન્દી ભાષી પાર્ટીનો કટાક્ષ કરનારા લોકો માટે આ જીત એક જવાબ: PM મોદી

 | 7:40 am IST

કર્ણાટક વિધાનસભાની 224 બેઠકમાંથી 222 બેઠક પર ગત 12 મે એ યોજાયેલી ચૂંટણીની મતગણતરી આજે સવારે આઠ વાગ્યે શરૂ થઈ હતી. કર્ણાટકની ચૂંટણી અનેક લોકો માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. આ ચૂંટણીમાં એક તરફ સિદ્ધારમૈયા અને બીએસ યેદિયુરપ્પા માટે ખુરશીની લડાઈ છે તો બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માટે પ્રતિષ્ઠાનો જંગ.

રાજ્યના લગભગ 40 કેન્દ્રો પર આજે સવારે આઠ વાગ્યેથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. રૂઝાન શરૂઆતના એક કલાકની અંદર આવવાના શરૂ થઈ જશે. સાંજ પડતાની સાથે જ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે રાજ્યની જનતાએ સત્તાની ચાવી કોના હાથમાં સોંપી છે.

પળે પળની અપડેટ  Live :

પશ્ચિમ બંગાળના પંચાયત ચૂંટણીઓમાં લોકતંત્રની હત્યા થઇ, ઉમેદવારી પત્રથી લઇને મતદાન સુધીમાં લોકતંત્રને સ્વીકૃતિ નહીં: PM મોદી

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં વ્યાપેલી હિંસાનો મુદ્દો પીએમ મોદીએ ઉઠાવ્યો

મને કર્ણાટકની ભાષા આવડતી નહોતી પરંતુ લોકોએ એટલો પ્રેમ આપ્યો કે ચૂંટણી પ્રચારમાં ભાષાની મુશ્કેલી નડી નથી: પીએમ મોદી

દેશમાં ઉત્તર અને દક્ષિણની લડાઇ લડાવે છે કેટલાંક લોકો દેશના અધિષ્ઠાનો પર હુમલો કરાયો: પીએમ મોદી

ભાજપને હિન્દી ભાષી પાર્ટીનો કટાક્ષ કરનારા લોકો માટે આ જીત એક જવાબ: PM મોદી

પીએમ મોદીએ વારાણસી દુર્ઘટના પર દુ:ખ વ્યકત કર્યું

અમિત શાહના અથાગ પરિશ્રમ અને ઉત્તમ રણનીતિના લીધે ભાજપ સતત જીતી રહી છે: પીએમ મોદી

મોદીજીના નેતૃત્વમાં કર્ણાટકમાં ભાજપના લાખો કાર્યકર્તાઓએ ઘરે-ઘરે જઇને લોકોને સરકારના કામો અંગે જણાવ્યું: અમિત શાહ

કૉંગ્રેસને કર્ણાટકમાં ઘોર પરાજયનો સામનો કરવો પડ્યો: અમિત શાહ

કર્ણાટકની અંદર અમે સૌથી મોટી પાર્ટી બન્યા: અમિત શાહ

કર્ણાટકની પ્રજાને દિલથી શુભેચ્છા, કર્ણાટકને કૉંગ્રેસ મુકત કરવા માટે અહીંના લોકોનો ધન્યવાદ: અમત શાહ

કર્ણાટક ચૂંટણી પરિણામો પર ચર્ચા કરવા ભાજપ મુખ્યાલય પહોંચ્યા અમિત શાહ

કોંગ્રેસને પોતાના ધારાસભ્યો તુટવાનો ફફડાત, પંજાબ કે આંધ્ર પ્રદેશ મોકલી શકે છે : સૂત્ર

ભાજપના વિકાસના એજન્ડાનો સ્વિકાર કરવા પર પીએમ મોદીએ માન્યો આભાર

કર્ણાટક પરિણામો પર પીએમ મોદીનું ટ્વિટ, કર્ણાટકવાસીઓનો આભાર માન્યો

પરિણામો બાદ કર્ણાટક કોંગ્રેસના નેતાઓની પણ બેઠક શરૂ

કોંગ્રેસ જેડીએસના સમર્થનથી સરકાર બનાવશે : રણજીત સુરજેવાલા

કોંગ્રેસના નેતા-પ્રવક્તા રણજીત સુરજેવાલાની પ્રેસ કોન્ફરંસ

સાંજે 7 વાગ્યે યોજાશે ભાજપની સદીય દળની બેઠક, વડાપ્રધાન મોદી રહેશે હાજર

જો ધારાસભ્યો બીજે ક્યાંય ન જવા માંગતા હોય તો કેરળ આવી શકે છે : કેટળ ટૂરિઝમની ટ્વિટ

હવે સૌની નજર રાજ્યપાલ પર, નિર્ણયની જોવાઈ રહેલી રાહ

17 મે એ શપથ ગ્રહણ કરશે રાજ્યપાલ

રાજ્યપાલ ભાજપને સરકાર બનાવવા માટે પહેલી તક આપશે : સૂત્ર

કોંગ્રેસના 7 લિંગાયતના MLA ભાજપના સંપર્કમાં : સૂત્ર

કોંગ્રેસ તેના ધારાસભ્યોને કોઈ ખાનગી સ્થળે રિસોર્ટમાં મોકલી આપશે : સૂત્ર

યેદિયુરપ્પાએ સરકાર રચવા માટે બે દિવસનો સમય માંગ્યો

યેદિયુરપ્પા, કુમારસ્વામી બાદ હવે સિદ્ધારમૈયા પણ રાજ્યપાલને મળવા પહોંચ્યા

કોંગ્રેસના લિંગાયત ધારાસભ્યની ચિમકી, કુમારસ્વામી મુખ્યમંત્રી તરીકે મંજુર નહીં

મમતા બેનરજીએ દેવગૌડા સાથે કરી વાત, કોંગ્રેસ સાથે સરકાર બનાવવાની અપીલ

ભાજપના નેતા શ્રીરામુલૂ પણ રાજભવન પહોંચ્યા

રાજ્યપાલને મળવા પહોંચ્યા યેદિયુરપ્પા પહોંચ્યા, સરકાર રચવાનો દાવો રજુ કરશે

100 ટકા છે કે અમે જ સરકાર બનાવીશું : યેદિયુરપ્પા

ગુલામ નબી આઝાદનો દાવો, અમારી પાસે 117 ધારાસભ્યોનું સમર્થન

ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ એમ ત્રણેય પક્ષોએ રાજ્યપાલને મળવાનો સમય માંગ્યો

કુમારસ્વામી-સિદ્ધારમૈયા કરશે ચર્ચા : જેડીએસ-કોંગ્રેસ વચ્ચે બેઠક, ગુલામ નબી આઝાદ, અશોક ગહલોત સહિતના મોટા માથાઓ રહેશે હાજર

જેડીએસના MLC રાજ્યપાલને મળવા પહોંચ્યા, પણ મંજૂરી ના મળી

જેડીએસનું મહત્વનું નિવેદન, ભાજપને સત્તાથી દૂર રાખવા દરેક પ્રયત્નો કરીશું

કુમારસ્વામીને CM બનાવવાની જેડીએસની માંગણીને લઈને અમને કોઈ જ વાંધો નથી : શિવકુમાર

કુમારસ્વામીએ રાજ્યપાલને મળવાનો સમય માંગ્યો

જેડીએસએ કોંગ્રેસના સમર્થનનો પ્રસ્તાવ સ્વિકાર્યો

કુમારસ્વામીએ રાજ્યપાલને મળવાનો સમય માંગ્યો

PM મોદીએ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઈને અમિત શાહ સાથે કરી વાત

કોલ્લેગટના BSP અને રનેબેન્નુપ બેઠકના ધારાસભ્ય ભાજપને પોતાનું સમર્થન આપશે

અમે ફરી એકવાર રાજ્યમાં સરકાર બનાવીશું : સિદ્ધારમૈયાનો દાવો

મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપ્યું

કર્ણાટકના લોકોએ ભાજપને જનમત આપ્યો તે બદલ ખુબ ખુબ આભાર : યેદિયુરપ્પા

જનતા દ્વારા નકારવામાં આવ્યા બાદ પણ કોંગ્રેસ સત્તામાં રહેવા પ્રયાસ કરી રહી છે : યેદિયુરપ્પા

કર્ણાટકની જનતાએ કોંગ્રેસને નકારી દીધી, જનતા કોંગ્રેસ મુક્ત કર્ણાટક ઈચ્છે છે : યેદિયુરપ્પા

ભાજપે સિદ્ધારમૈયાને તેમના જ ગઢમાં હરાવ્યા : યેદિયુરપ્પા

બેંગલુરૂમાં બીએસ યેદિયુરપ્પાની પ્રેસ કોન્ફરંસ

મુખ્યમંત્રી સિદ્ધારમૈયા રાજ્યપાલને મળવા પહોંચ્યા

કોંગ્રેસને 20, જેડીએસને 14 મંત્રી પદ મળી શકે છે : સૂત્ર

કુમારસ્વામીને CM બનાવી, ડેપ્યુટી સીએમની ખુરશી પોતાની પાસે રાખવા કોંગ્રેસ તૈયાર : સૂત્ર

અમે જનાદેશનું સન્માન કરીએ છીએ. આ ચૂંટણી પરિણામો શિર-આંખો પર. અમારી પાસે સરકાર બનાવવા પર્યાપ્ત સંખ્યાબળ નથી. કોંગ્રેસે જેડીએસને સરકાર બનાવવા માટે સમર્થનની ઓફર કરી છે : કોંગ્રેસ

3:38 PM : BJPને 106, કોંગ્રેસને 76, જેડીએસને 38 અને અન્યોને બે બેઠક

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જી પરમેશ્વર રાજ્યપાલને મળવા પહોંચ્યા, પણ એંટ્રી જ ના મળી

કર્ણાટકમાં ભાજપ સરકાર રચવાનો દાવો રજુ કરશે

વજુભાઈ વાળાનું મોટું નિવેદન, અંતિમ પરિણામ પહેલા કોઈ જ પક્ષને આમંત્રણ નહીં

અમિત શાહે છોડ્યાં આદેશ, પ્રકાશ જાવડેકર, જેપી નડ્ડા, ધર્મેન્દ્ર પ્રધાન બેંગલુરૂ માટે રવાના

કોંગ્રેસ-JDSએ હાથ મીલાવી લીધા, 18મે એ સરકાર રચવાનો દાવો કરશે

કૉંગ્રેસ અને જેડીએસ આજે સાંજે એક સાથે રાજ્યપાલની મુલાકાત કરશે: કે.સી.વેણુગોપાલ, કૉંગ્રેસ


દેવગૌડાજી અને કુમારસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત થઇ. તેમણે અમારો પ્રસ્તાવ સ્વીકાર કર્યો. આશા છે કે અમે સાથે આવીશું : ગુલામનબી આઝાદ, કૉંગ્રેસ

અમે જનાદેશનું સમ્માન કરીએ છીએ. અમે આ ચૂંટણી પરિણામોની આગળ અમારું સર ઝુકાવીએ છીએ. અમારી પાસે સરકરા બનાવા માટે પૂરતૂ સંખ્યા નથી. કૉંગ્રેસે જેડીએસને સરકાર બનાવા માટે સમર્થનની ઓફર આપી છે.: કૉંગ્રેસ

કર્ણાટકમાં જેડીએસ અને કૉંગ્રસ ગઠબંધન કરશે, કૉંગ્રેસના નેતાઓ સાંજે એચ.ડી.દેવગૌડાને મળશે. સરકાર રચવા સીએમ સિદ્ધારમયૈની કવાયત, સાંજે 4 વાગ્યે રાજ્યપાલ વજુભાઇવાળાની કરશે મુલાકાત

4 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે સિદ્ધારમૈયા

જેડીએસના ઉમેદવાર એસ એ મહેશ કોંગ્રેસના રવિશંકર સામે માત્ર 74 મતોથી જીત્યા

બેલેટ પેપરથી ચૂંટણી કરાવે ભાજપ : શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે

યેદિયુરપ્પાએ દિલ્હી જવાનું ટાળ્યું

સિદ્ધારમૈયાનું નિવાસસ્થાન બન્યું વોરરૂમ, કોંગ્રેસનું મંથન

કોંગ્રેસ-JDS સાથે મળીને સરકાર બનાવવા તૈયાર : સૂત્ર

સ્પષ્ટ હુમતિને લઈને કેસ ફસાયો, ભાજપ 106, કોંગ્રેસ 73, જેડીએસ 41 અન્ય 2 પર આગળ

સરકાર બનાવવાનો અમને પૂર્ણ વિશ્વાસ : રાજ્યવર્ધન સિંહ રાઠોડ

અમને પૂર્ણ બહુમત મળશે, ચિંતાની કોઈ જ બાબત નહીં : પ્રકાશ જાવડેકર

કર્ણાટકના કાયદા મંત્રી ટી બી જયચંદ્રનો પરાજય

કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ જી. પરમેશ્વર 9900 મતોથી જીત્યાં

કોંગ્રેસ કુમારસ્વામીને રાજ્યના મુખ્યમંત્રી બનાવવા તૈયાર

સરકાર બનાવવાને લઈને કોંગ્રેસ-જેડીએસમાં મંથન

કુમારસ્વામીને મુખ્યમંત્રી બનાવવા પર મંથન

સોનિયા ગાંધીએ ગુલામ નબી આઝાદને દેવગૌડા સાથે તત્કાળ મુલાકાત કરવાના આદેશ

સિદ્ધારમૈયાના પુત્ર યતીંન્દ્રએ 50 હજાર મતોથી જીત્યાં

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હજી બાળક છે : ભાજપ નેતા શ્રીરામુલૂ

ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બી એસ યેદિયુરપ્પા શિકારીપુરા બેઠક પર 35,397 મતોથી જીત્યાં

હુબલી ધારવાડ સેંટ્રલ બેઠક પરથી જગદીશ શેટ્ટરનો વિજય

ઓ. પન્નીરસેલ્વમે BJPએ અભિનંદન આપતા કહ્યું, સાઉથ ઈંડિયામાં સ્વાગત છે

કર્ણાટકના પરિણામોને લઈને ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના નેતાઓની બેઠક બોલાવી

કોંગ્રેસને ઝાટકો, ચામુંડેશ્વરી બેઠક પરથી સિદ્ધારમૈયાને જી ટી દેવગૌડાએ 30,000 મતોથી હરાવ્યા

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્ણાટક જીતનો શ્રેય નરેન્દ્ર મોદી-અમિત શાહને આપ્યું

કર્ણાટકના 8 રાજ્ય મંત્રીઓની ખસ્તા હાલત, પોતાની બેઠકો પર ચાલી રહ્યાં છે પાછળ

લખનૌમાં ભાજપ કરશે કર્ણાટકની જીતની ઉજવણી, સીએમ યોગી પણ થશે સામેલ

કોંગ્રેસ હવે માત્ર નામનો જ વિરોધ કરી રહી છે, 2019ની ચૂંટણીમાં પણ અમે જ જીતીશું : નીતિન ગડકરી

એચડી કુમારસ્વામીની બંને બેઠકો પરથી જીત

રાહુલ ગાંધી નેતા તરીકે ઉભરી રહ્યાં છે, 2019માં ચિત્ર કંઈક અલગ હશે : નવજોત સિંહ સિદ્ધુ

રાહુલ ગાંધી નેતા તરીકે ઉભરી રહ્યાં છે, 12019માં ચિત્ર કંઈક અલગ હશે : નવજોત સિંહ સિદ્ધુ

કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલે ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે કરી મુલાકાત

વિપક્ષના ગઠબંધન પર રાજ્યવર્ધન સિંહ રાઠોડ, બધી જ ગંદકી એકસાથે દૂર થાય તો વધુ સારૂ

બપોરે 2 વાગ્યે પ્રેસ કોન્ફરંસ કરશે કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા

કર્ણાટકમાં અમિત શાહનો ફોર્મ્યુલા ચાલ્યો : સ્મૃતિ ઈરાની

કર્ણાટકના વિજયમાં RSS કાર્યકર્તાનું પણ યોગદાન : રામ માધવ

કર્ણાટક જીતનું શ્રેય PM મોદી, અમિત શાહને જાય છે : રામ માધવ

સેંટ્રલ કર્ણાટકમાં ભાજપ 18, કોંગ્રેસ 3 બેઠકો પર આગળ

ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કોંગ્રેસ દ્વારા ઈવીએમ મુદ્દે આપી આવી પ્રતિક્રિયા

ભાજપના વરિષ્ઠ નેતા કેએસ ઈશ્વરપ્પાનો શિવમોગા બેઠક પરથી વિજય

અમારી અપેક્ષા પ્રમાણેના રહ્યાં ચૂંટણી પરિણામો : વસુંધરા રાજે

ગુજરાત BJP કાર્યાલયમાં આજે બપોરે 1 વાગ્યે કર્ણાટક જીતનો જશ્ન

ઉત્તર પ્રદેશ ભાજપ કાર્યકર્તાઓમાં કર્ણાટક જીતનો જશ્ન, ઉજવણી શરૂ

બેંગલુરૂ સિટીમાં ભાજપ 14, કોંગ્રેસ 10 બેઠક પર આગળ

BJP નેતા બી શ્રીરામુલૂનો 25,000 મતોથી શાનદાર વિજય

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન થયેલી હિંસા પર રાહુલ ગાંધી કેમ ચુપ : રવિશંકર પ્રસાદ

ગુજરાત ભાજપ કાર્યાલયમાં આજે બપોરે 1 લાગ્યે કર્ણાટક જીતનો જશ્ન મનાવાશે

આજે સાંજે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ભાજપને હરાવવા માટે તમામ પાર્ટીઓએ એકસાથે આવવું જ પડશે : નવાબ મલિક

J&K મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિએ કર્ણાટકમાં જીત બદલ ભાજપને અભિનંદન પાઠવ્યાં

કર્ણાટકમાં ઐતિહાસિક વિજયનું શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને : જિતેંન્દ્ર સિંહ

લોકો એવી સરકારથી ગળે આવી ગયાં હતાં જે કાયદો-વ્યવસ્થા, કૃષિ સાથે જોડાયેલા અને વિકાસની સમસ્યા પર ધ્યાન જ નહોતી આપતી : નિર્મલા સીતારમણ

એમ કે સ્ટાલિને યેદિયુરપ્પાને વિજય બદલ અભિનંદન આપ્યા, કાવેરી વિવાદ ઉકેલ લાવવા કહ્યું

કર્ણાટકની જનતા ગુડ ગવર્નેંશ ઈચ્છે છે માટે તેમણે ભાજપને જીતાડી, કોંગ્રેસ એક પછી એક રાજ્ય હારી રહી છે જ્યારે અમે સતત વિજયી બનતા જઈ રહ્યાં છીએ : પ્રકાશ જાવડેકર

રાહુલ ગાંધી પાસે બ્રિટિશ નાગરિકતા, ઈંગ્લેંડમાં જઈને વસે : સુબ્રમણ્યમ સ્વામી

ભાજપના નેતા ઓમ માથુર અમિત શાહને મળવા પહોંચ્યા

બાદામીમાં શ્રીરામુલૂએ પત્ની સાથે મંદિરમાં પૂજા કરી સાડી પણ ચડાવી

કર્ણાટક ભાજપના મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાનો ભવ્ય વિજય

ભાજપે સબ કા સાથ, સબ કા વિકાસ સાથે ચૂંટણી લડી : નિર્મલા સિતારમણ

મુંબઈ કર્ણાટકમાં ભાજપનો 33 બેઠકો સાથે સપાટો, કોંગ્રેસને 13

મધ્ય કર્ણાટકમાં કોંગ્રેસને 5 તો ભાજપને 15 બેઠક

જો કોંગ્રેસ અને જેડીએસ જોડાણ કરતી તો પરિણામ કંઈક જુદું જ હોત : મમતા બનરજી

જેડીએસને ખતમ કરવાના ચક્કરમાં કોંગેસ જ પછડાઈ : AAP નેતા સંજય સિંહ

ચામુંડેશ્વરી બેઠક પરથી સિદ્ધારમૈયા 17,000 મતોથી પાછળ

પરિણામો જાહેર થયા બાદ સિદ્ધારમૈયા આજે સાંજે CM પદ પરથી રાજીનામું આપશે : સૂત્ર

જનતાએ સિદ્ધારમૈયાને નકારી દીધાં, તે પોતાના વ્યવહાર, બીજા પરના હુમલા અને પોતાના નિવેદનોના કારણે હાર્યાં : જીટી દેવગૌડા (જેડીએસ)

ભાજપ અધ્યક્ષ અમિત શાહ બપોરે 3 વાગ્યે કરશે પ્રેસ કોન્ફરંસ

ગુલામ બની આઝાદ, મલ્લિકાર્જુન ખડગે, અશોક ગહલોત સિદ્ધારમૈયાને મળવા પહોંચ્યા

સાંજે 5 વાગ્યે ભાજપ સંસદીય બોર્ડની બેઠક, વડાપ્રધાન થશે શામેલ

યેદિયુરપ્પા આજે સાંજે દિલ્હી જાય તેવી શક્યતા, કેન્દ્રીય નેતાઓ સાથે કરશે મુલાકાત

ભાજપને બહુમત બદલ અભિનંદન, જનાદેશનું સન્માન કરીએ છીએ, અમારા માટે હાર નહીં કારણ કે અમે 33થી વધીને 44 પર પહોંચ્યા : જેડીએસ નેતા તનવીર અહમદ

કર્ણાટકના પરિણામોને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીના કાર્યકર્તાઓ ઉજવણી શરૂ કરી

બી એસ યેદિયુરપ્પા શિકારીપુરા બેઠક પરથી 21,000 મતોથી આગળ

કોંગ્રેસના તમામ નેતાઓને પરાજય માટે જવાબદાર માનવામાં આવે : ડી કે શિવકુમાર

કર્ણાટક CM પદના ઉમેદવાર બી એસ યેદિયુરપ્પાના ઘરની બહાર મિઠાઈ વહેંચાઈ

હવે દેશમાં કોંગ્રેશ શોધો અભિયાન ચલાવવું પડશે : રમણ સિંહ

કર્ણાટકની જીત ઐતિહાસિક : રમણ સિંહ, મુખ્યમંત્રી છત્તિસગઢ

અમિત શાહ સાથે પીયૂષ યોગલ અને જીતેંન્દ્ર સિંહની બેઠક

કોંગ્રેસના ડીકે શિવકુમાર કાનકપુરા બેઠક પરથી આગળ

કોંગ્રેસના સ્ટે કેંપેન કમિટીના અધ્યક્ષ જી કે શિવકુમારે કહ્યું હતું કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા જેડીએસ ચીફ એચડી દેવગૌડા સાથે ગઠબંધનને લઈને વાતચીત ચાલી રહ્યાં છીએ

મેંગલુરૂમાં ભાજપના કાર્યકર્તાઓએ જશ્ન મનાવવાનું શરૂ કરી દીધું

રૂઝાનમાં BJP સ્પષ્ટ બહુમતને પાર, 120  બેઠક, કોંગ્રેસ માત્ર 57

જેડીએસના કુમારાસ્વામી પણ 2000 મતોથી પાછળ

રાહુલ ગાંધી પાસે ના પરફોર્મંસ અને ના મહેનત : ભાજપ પ્રવક્તા સંબિત પાત્રા

સીએમ સિદ્ધારમૈયા બદામી અને ચામુંડેશ્વરી બેઠક પરથી વધુ એક વાર પાછળ

કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ BJP અધ્યક્ષ અમિત શાહને મળવા પહોંચ્યા

સાંજે 6 વાગ્યે ભાજપ પાર્લામેંટ્રી બોર્ડની બેઠક

ભાજપ કર્ણાટકમાં બે નિરિક્ષકોને મોકલશે

બાદામી બેઠક પર ભાજપના શ્રીરામુલૂ 305 મતોથી આગળ, સિદ્ધારમૈયા પાછળ

કર્ણાટકમાં યોજાયેલી તમામ 222 બેઠક પર યોજાયેલી ચૂંટણીના રૂઝાન આવી ગયાં

કર્ણાટક ચૂંટણી પરિણામોની ઈફેક્ટ : સેંસેક્સ 350 અને નિફ્ટીમાં 90 પોઈન્ટનો ઉછાળો

મૂદાબિદરી બેઠક પર BJPના ઉમેદવાર ઉમાનાથ 24,524 મતોથી આગળ

ગઠબંધન બનાવવાની જરૂર નહીં, અમે બહુમતીથી જીતીશું : સદાનંદ ગૌડા

બેંગલુરૂમાં ભાજપના કાર્યકર્તાઓએ ઉજવણી શરૂ કરી દીધી

બેંગલુરૂમાં કોંગ્રેસ આગળ, ભાજપ પાછળ

ભાજપ 105, કોંગ્રેસ 67, JDS 43 અને અન્ય 02 બેઠક પર આગળ

દિલ્હીમાં અધ્યક્ષ અમિત શાહ સાથેની મુલાકાત બાદ જાવડેકર બેંગલુરૂ માટે રવાના

ધારવાડ બેઠક પરથી જગદીશ શેટ્ટર આગળ

11 કે 11:30 વાગ્યે સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. જેડીએસ સાથે ગઠબંધનના વિષયમાં હું આ બાબતે ગુલામ નબી આઝાદ અને અશોક ગહલોત સાથે ચર્ચા કરીશ : ખડગે

માંડ્યાની તમામ 7 બેઠક પર જેડીએસ આગળ

ધારવાડમાં ભાજપ 3, કોંગ્રેસ 2 બેઠક પર કોંગ્રેસ આગળ

દિલ્હીમાં પ્રકાશ જાવડેકર ભાજપ અધ્યક્ષ અમિત શાહને મળ્યાં

દિલ્હીમાં અમિત શાહ-પ્રકાશ જાવડેકરની બેઠક

બેલ્લારીમાં ભાજપ નેતા શ્રીરામુલૂએ મિઠાઈ વહેંચવાનું શરૂ કરી દીધું

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જી, પરમેશ્વર અગાળ ચાલી રહ્યાં છે

મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંક ચિત્તાપુર બેઠક પરથી પાછળ

ભાજપની શાનદાર બઢત : BJP 98, કોંગ્રેસ 64 પર આગળ

અશોક ગહલોતનો ઈશારો, કોંગ્રેસ-જેડીએસ વચ્ચે જોડાણના વિકલ્પ ખુલા

ત્રિશંકુ વિધાનસભા તરફ આગળ વધી રહેલું કર્ણાટક

ચામુંડેશ્વરી બેઠક પર 11,000 વોટથી સીએમ સિદ્ધારમૈયા પાછળ

લિંગાયત સમુદાયના વિસ્તારોમાં ભાજપ આગળ

શિકારીપુરામાં 1,84,956 મતદાતા, શિકારીપુરા યેદિયુરપ્પાનો ગઢ, યેદિયુરપ્પા આગળ

સીએમ સિદ્ધારમૈયા બંને બેઠક પરથી પાછળ

ભાજપના ઉમેદવાર પ્રીતમ ગૌડા હસ્સા બેઠક પરથી આગળ

5 વર્ષમાં સિદ્ધારમૈયા સરકારે કોઈ જ કામ નથી કર્યું : શ્રીરામુલૂ

મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંક ચિત્તાપુર બેઠક પરથી આગળ

ભાજપ કોંગ્રેસ કરતા ખુબ આગળ નિકળી

બાદામી બેઠક પરથી સીએમ સિદ્ધારમૈયા આગળ થયાં

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમાર કનકપુરા બેઠક પરથી આગળ

BJP 72, કોંગ્રેસ 63 બેઠક પર આગળ

ચામુંડેશ્વરી બેઠક પરથી સિદ્ધારમૈયા લગભગ 7 હજાર મતોથી પાછળ

કર્ણાટકમાં મતોની ગણતરી માટે ઈવીએમ ખુલ્યાં

BJPના નેતા રેડ્ડી બ્રધર્સ પોત પોતાની બેઠક પર આગળ

બાદામી બાદ ચામુંડેશ્વરી બેઠક પરથી પણ સિદ્ધારમૈયા પાછળ

ભાજપના કે કરુણાકર્ણ રેડ્ડી આગળ ચાલી રહ્યાં છે

વરુણા બેઠક પરથી સીએમ સિદ્ધારમૈયાના પુત્ર યતીંદ્ર આગળ

દાવણગેરે નોર્થ બેઠક પરથી કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેના પુત્ર આગળ

શિકારીપુરા બેઠક પરથી યેદિયુરપ્પા આગળ ચાલી રહ્યાં છે

17 બેઠકો પર કોંગ્રેસ, 4 પર BJP અને 03 પર જેડીએસ

મુખ્યમંત્રી સિદ્ધારમૈયા બાદામી બેઠક પરથી પાછળ ચાલી રહ્યાં છે

કોંગ્રેસની બઢત સાથે શરૂઆત, ભાજપ, જેડીએસ બરાબર

મત ગણતરી શરૂ, સૌથી પહેલા પોસ્ટલ બેલેટની થશે ગણતરી, ત્યાર બાદ EVMની ગણતરી હાથ ધરાશે

મતોની ગણતરી પહેલા કુમારાસ્વામીએ પત્ની સાથે કાલ ભેરવેશ્વર મંદિરમાં પૂજા કરી

BJP નેતા બી એસ યેદિયુરપ્પાના ઘરે પહોંચ્યા પુજારી, દુગ્ધાભિષેક કર્યો

પરિણામો પહેલા ભાજપ નેતા શ્રીરામુલૂએ કરી પૂજા

દિલ્હીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ કર્ણાટક જીત માટે કર્યો હવન

મતગણતરી કેન્દ્રો પર સુઘન સુરક્ષા વ્યવસ્થા

એકલા બેંગલુરૂમાં જ 11,000 પોલીસકર્મીઓ તૈનાત

મતગણતરી પહેલા કોંગ્રેસના નેતા ગુલામ બની આઝાદે જેડીએસ અધ્યક્ષ દેવગૌડાનાની મુલાકાત લીધી

 

કર્ણાટક ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવનારા ભાજપ અને કોંગ્રેસની આશાઓ કેટલી ખરી ઊતરે છે અને કેટલી નહીં તે મંગળવારે સ્પષ્ટ થઈ જવાનું છે. કર્ણાટકના કિલ્લા ઉપર કોંગ્રેસનું રાજ કાયમ રહે છે કે પછી પાંચ વર્ષ બાદ ભાજપ ફરી એક વખત દક્ષિણના રાજ્યમાં સત્તા ઉપર પરત ફરે છે તે જોવાનું રહ્યું. મહત્વની વાત એ છે કે સિદ્ધારમૈયા અને યેદીયુરપ્પાની સરકાર રચાવા જેટલું બહુમત કોંગ્રેસ અને ભાજપને નથી મળતી તો પછી દેવગૌડા અને કુમારસ્વામીની પિતા-પુત્રની જોડી કર્ણાટકના ભાવી માટે કિંગમેકર સાબિત થાય તેમ છે. હવે ચૂંટણીના પરિણામો જ જણાવશે કે, કર્ણાટકમાં કોણ કિંગ બનશે અને કોણ કિંગ મેકર.

કોંગ્રેસની શાખ બચશે, તો ભાજપ માટે 22મું રાજ્ય

કોંગ્રેસની પાસે આ સમયે વસતીની દૃષ્ટિથી જે મોટાં રાજ્યોમાં સત્તા છે તો તે કર્ણાટકની છે. 6 કરોડથી વધુ વસતીવાળાં આ રાજ્યમાં વિજય પાર્ટીનું મનોબળ વધારવામાં મહત્ત્વનો બની રહેશે અને કોંગ્રેસનું અધ્યક્ષપદ સંભાળ્યા બાદ રાહુલ ગાંધી માટે પહેલી ચૂંટણી છે. દરમિયાન કોંગ્રેસની પંજાબ સહિત ૩ રાજ્યોમાં સત્તા છે, તો ભાજપ માટે વિજયથી કર્ણાટક વધુ એક રાજ્ય હશે અને તેમની 22 રાજ્યોમાં સત્તા થશે. ખાસ વાત તો એ છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં દક્ષિણનાં રાજ્યોમાં પોતાની વગ વધારવા માટે પક્ષને સરળતાથી થશે