કર્ણાટકમાં આજે દિવસ દરમિયાન શું શું ઘટ્યું, જાણો અહીં - Sandesh
  • Home
  • Featured
  • કર્ણાટકમાં આજે દિવસ દરમિયાન શું શું ઘટ્યું, જાણો અહીં

કર્ણાટકમાં આજે દિવસ દરમિયાન શું શું ઘટ્યું, જાણો અહીં

 | 11:40 am IST

કર્ણાટકમાં આજે સાંજે 4 વાગ્યે બહુમત પરીક્ષણનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ દક્ષિણ ભારતના આ મહત્વપૂર્ણ રાજ્યમાં રાજકીય પારો ઉપર ચડી રહ્યો. બહુમત પરીક્ષણ પહેલા કર્ણાટક વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં ચૂંટાયેલા તમામ ધારાસભ્યો આવી પહોંચ્યા છે. ગઈ કાલે કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યો કે જેમને રાજ્યની બહાર હૈદરાબાદ લઈ જવામાં આવ્યાં હતાં તેઓ પણ આજે સવારે બસ વાટે બેંગલુરૂ આવી પહોંચ્યા છે.

વિધાનસભામાં તમામ ધારાસભ્યોની શપથવિધિ ચાલી રહી છે. આ પ્રક્રિયા સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. ત્યાર બાદ બહુમત પરીક્ષણ કરવામાં આવશે.

કર્ણાટક વિધાનસભાની ગતિવિધિઓની લાઈવ અપડેટ :

યેદિયુરપ્પાના રાજીનામાં બાદ કર્ણાટક વિધાનસભામાં ઉજવણી ક અરતા કોંગ્રેસ-જેડીએસના નેતા

કર્ણાટકમાંથી ભાજપની સરકાર ગઈ

શક્તિ પરીક્ષણ પહેલા જ રાજીનામું આપી દીધું.

બીએસ યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું

હું રાજ્યનો પ્રવાસ કરીશ અને આવનાર સમયમાં 150 બેઠકો સાથે જીતીને આવીશ : યેદિયુરપ્પા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં કોંગ્રેસની સરકાર રહેતા પણ કર્ણાટક માટે કામ કર્યું : યેદિયુરપ્પા

જો અમને 113 બેઠક મળી હોત તો રાજ્યની શકલ જ બદલી નાખત.

મારી સામે આજે આવી પડેલી આ અગ્નિપરીક્ષા કંઈ નવી નથી, હું આખી જીંદગી જીવતો રહ્યો : યેદિયુરપ્પા

સત્તા માટે કોંગ્રેસ અને જેડીએસ એક થયાં : CM યેદિયુરપ્પા

પાણીની સમસ્યા અને એમએસપી પર ધ્યાન આપવાની જરૂર : યેદિયુરપ્પા

સિદ્ધારમૈયા સરકારની નિષ્ફળતાએ અમને વિજય અપાવ્યો : યેદિયુરપ્પા

હું ખેડૂતોને બચાવવા માંગુ છું.

અમિત શાહે મને મુખ્યમંત્રી બનાવ્યો : યેદિયુરપ્પા

કર્ણાટકમાં ખેડૂત આંસુ વહાવી રહ્યો છે, હું અંતિમ શ્વાસ સુધી ખેડૂતોની સેવા કરતો રહીશ : યેદિયુરપ્પ

રાજ્યની જનતાએ અમને સ્નેહપૂરવક ચૂંટ્યા, મારી પાસે 104 ધારાસભ્યો. જનાદેશ કોંગ્રેસ અને જેડીએસ વિરૂદ્ધ.

કર્ણાટકમાં વિશ્વાસમત વોટિંગ પહેલા સીએમ બીએસ યેદિયુરપ્પા વિધાનસભામાં આપી રહ્યાં છે ભાષણ.

કર્ણાટક વિધાનસભાની કાર્યવાહી શરૂ

ડીકે શિવકુમાર આનંદ સિંહ સાથે સદનમાં પહોંચ્યા

કોંગ્રેના ગુમ ધારાસભ્યો આનંદ સિંહ અને પ્રતાપ ગૌડા પાટિલે શપથ ગ્રહણ કર્યા.

થોડા જ સમયમાં શરૂ થશે સીએમ બીએસ યેદિયુરપ્પાની સ્પીચ

યેદિયુરપ્પાએ અમિત શાહને કર્યો ફોન, હવે રાજ્યપાલને મળે તેવી શક્યતા

કેન્દ્રીય નેતા અનંત કુમાર અને સીએમ બીએસ યેદિયુરપ્પા વિધાનસભા ચેંમ્બરમાં.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર સાથે પણ યેદિયુરપ્પાએ ફોન પર કરી વાત

બેંગલુરૂ : કોંગ્રેસના ધારાસભ્યો પ્રતાપ ગૌડા વિધાનસભામાં ધારાસભ્ય ડીકે સુરેશ અને દિનેશ ગુંડુ સાથે લંચ કર્યો.

કોંગ્રેસના લાપતા ધારાસભ્ય પ્રતાપ ગૌડા બેંગલુરૂની ગોલ્ડન ફિંચ હોટલમાંથી રવાના થયાં.

ફ્લોર ટેસ્ટ પહેલા યેદિયુરપ્પા ચોક્કસ રાજીનામું આપી દેશે : કોંગ્રેસના નેતા ડીકે શિવકુમાર

ફ્લોર ટેસ્ટ પહેલા જ રાજીનામું આપી શકે છે CM યેદિયુરપ્પા : સૂત્ર

કોંગ્રેસના ગુમ થયેલા ધારાસભ્ય આનંદ સિંહ સામે આવ્યાં

સદનની કાર્યવાહી 3:30 વાગ્યા સુધી સ્થગિત.

હોટલ ગોલ્ડ ફિંચમાં મળ્યાં કોંગ્રેસના બંને ધારાસભ્યો આનંદ સિંહ અને પ્રતાપ ગૌડા પાટિલ. કર્ણાટકના જીડીપી પણ હોટલ પર હાજર. સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી.

આમારા ધારાસભ્યોને પૈસાની સાથો સાથ કેબિનેટ પદની પણ ઓફર કરવામાં આવી છે : કોંગ્રેસ

ભાજપનો આજે આખી દુનિયા સામે ખુલી પડી ગઈ છે. તેને ખબર છે કે તેની પાસે 104 ધારાસભ્યો છે તેમ છતાંયે તે અમારા ધારાસભ્યોને ખરીદવાના પ્રયાસ કરી રહી છે. પરંતુ અમારા ધારાસભ્યો પુરતા છે. અમારા 2 ધારાસભ્યો હાલ વિધાનસભા નથી પહોંચ્યા પણ અમને વિશ્વાસ છે કે તેઓ અમારૂ સમર્થન કરશે : વીરપ્પા મોઈલી, કોંગ્રેસ નેતા

BJPના ધારાસભ્ય સોમશેખર રેડ્ડી પણ વિધાનસભામાંથી ગાયબ

જેડીએસ ધારાસભ્ય એચડી કુમારસ્વામી અને એચડી રેવન્ના વિધાનસભામાં હાજર.

કોંગ્રેસના બે ધારાસભ્યો આનંદ સિંહ અને પ્રતાપ ગૌડા પાટિલ વિધાનસભામાં ગેરહાજર.

બહુમત પરીક્ષણનું લાઈવ ટેલિકાસ્ટ કરાવવામાં આવશે : સુપ્રીમ કોર્ટમાં તુષાર મહેતા

કર્ણાટક વિધાનસભાની અંદરની તસવીરો. સાંજે 4 વાગ્યે થશે બહમતિ પરીક્ષણ

મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા અને કોંગ્રેસના ધારાસભ્ય સિદ્ધારમૈયાએ શપથ ગ્રહણ કર્યા

પ્રોટેમ સ્પીકર બોપૈયા વિધાનસભાની કાર્યવાહી ચલાવી રહ્યાં છે.

યેદિયુરપ્પા અને શ્રીરામુલૂના લોકસભાના સભ્ય પદેથી રાજીનામાં

વિધાનસભાની કાર્યવાહી શરૂ

4 વાગ્યા સુધી રાહ જુઓ. અમે જીતીશું અને યેદિયુરપ્પા 5 વર્ષ માટે મુખ્યમંત્રી હશે : દેવગૌડા

બેંગલુરૂના ડીજીપી નીલમણી બીએસ યેદિયુરપ્પાના ઘરે જવા નિકળ્યાં. સીએમ સાથે તેમની મીટિંગ.

મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પણ વિધાનસભા પહોંચ્યા

કોંગ્રેસના ધારાસભ્યોને બસમાં બેસાડી હૈદરાબાદથી બેંગલુરૂ લાવવામાં આવ્યાં.

આજે થનારા બહુમત પરીક્ષણ પહેલા કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને લઈને હૈદારબાદથી બેંગલુરૂ આવી પહોંચી બસ.