Karnataka Assembly Speaker KR Ramesh Kumar Press Conference
  • Home
  • Featured
  • કર્ણાટક સંકટઃ સ્પીકરે કહ્યું, મારું કામ કોઈને બચાવવાનું નથી, ધીમી સુનાવણીના આરોપથી દુખી છું

કર્ણાટક સંકટઃ સ્પીકરે કહ્યું, મારું કામ કોઈને બચાવવાનું નથી, ધીમી સુનાવણીના આરોપથી દુખી છું

 | 7:49 pm IST

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કર્ણાટકના બાગી ધારાસભ્યો મુંબઈથી કર્ણાટક પહોંચ્યા હતા. અને ગુરુવારે સાંજે તેઓ વિધાનસભાના સ્પીકરને મળ્યા હતા. બાગી ધારાસભ્યોની મુલાકાત બાદ વિધાનસભાના સ્પીકરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ સમયે તેઓએ કહ્યું કે, મારું કામ કોઈને બચાવવાનું નથી, હું છેલ્લાં 40 વર્ષથી સાર્વજનિક જીવનમાં છું. હું જીવનને સન્માનની સાથે જીવવાનો પ્રયાસ કરું છું. તેઓએ કહ્યું કે, અમુક મીડિયા રિપોર્ટ્સને વાંચ્યા બાદ મને દુખ થયું છે.

વિધાનસભાના સ્પીકરે કહ્યું કે, મને 6 જુલાઈએ રાજીનામું આપવામાં આવ્યું. તે દિવસે હું 12.45 વાગ્યા સુદી ઓફિસમાં હતો અને તે બાદ જતો રહ્યો હતો. ધારાસભ્યો 2.30 વાગ્યે રાજીનામું આપવા આવ્યા હતા. મને આવવાની જાણકારી પહેલાં આપવામાં આવી ન હતી. ધારાસભ્યોએ મને ફોન પણ કર્યો ન હતો. અમુક લોકો કહી રહ્યા છે કે, ધારાસભ્યો મારી પાસે આવી રહ્યા હતા, એટલે હું ભાગી ગયો.

આ ઉપરાંત રમેશ કુમારે કહ્યું કે, હું રવિવારે ઓફિસ ખોલી શકતો નથી. સોમવારે મારે પર્સનલ કામ હતું. જેથી વિધાનસભા આવી શક્યો ન હતો. જ્યારે મંગળવારે વિધાનસભામાં આવ્યો હતો. તેઓએ કહ્યું કે, રાજીનામું આપવાનું એક ફોર્મેટ હોય છે. આ રાજીનામાંમાં 8 ફોર્મેટ બરાબર ન હતા.

રાજીનામું સ્વીકાર કરવામાં મોડું કરવાના મુકુલ રોહતગીના આરોપનો જવાબ આપતાં રમેશ કુમારે કહ્યું કે, હું ઉતાવળમાં કામ નથી કરતો, હું ફક્ત સંવિધાનની હેઠળ કામ કરું છું. હું સ્વૈચ્છિક રાજીનામું આપવા માટે બાધ્ય છું. પણ તેના વિશે હું નહીં બોલું. સાથે તેઓએ કહ્યું કે, આજે મારી પાસે કાર્યવાહીની વીડિયો રેકોર્ડિંગ છે. જે હું સુપ્રીમ કોર્ટને આપીશ. ધારાસભ્યોએ મારી સાથે વાત ન કરી અને રાજ્યપાલ પાસે પહોંચી ગયા. શું આ દેશની કાર્યપ્રણાલીનો દુરુપયોગ નથી. તે બાદ ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ જતા રહ્યા. હું આ મામલે એટલાં માટે મોડું કરી રહ્યો છું, કેમ કે હું આ ધરતીને પ્રેમ કરું છું, અને હું ઉતાવળમાં કામ નથી કરતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન