Karnataka : Bank Manager asked for sex to grant Loan
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : લોનના બદલામાં બેંક મેનેજરે કરી શરીરસુખની માંગ અને થઈ જોયા જેવી

Video : લોનના બદલામાં બેંક મેનેજરે કરી શરીરસુખની માંગ અને થઈ જોયા જેવી

 | 4:50 pm IST

એક તરફ દેશભરમાં મહિલાઓએ MeToo અભિયાન ચલાવીને રીતસરનું વાવાઝોડુ સર્જ્યું છે, તો બીજી તરફ લોનના બદલામાં શરીરસુખની માંગણી કરતા બેંક મેનેજર સાથે મહિલાએ જાહેરમાં ધોકાવાળી કરી હતી. મહિલાનો આરોપ છે કે, તે બેંકમાં 2 લાખ રૂપિયાની લોન લેવા માટે ગઈ હતી.

પરંતુ બેંક મેનેજરે લોન મંજૂર કરવાના બદલામાં સેક્સની શરત મુકી. મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, બેંક મેનેજરે તેને બદઈરાદાથી શરીરે સ્પર્ષ પણ કર્યો હતો. ત્યાર બાદ મહિલાએ લાળ ટપકાઉ બેંક મેનેજરને રીતસરનો મેથીપાક ચખાડ્યો હતો.

આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. ઘટના કર્ણાટકના દાવનગેરે જીલ્લાની છે. બેંક મેનેજરની ઑળખ દેવાઈયાના રૂપમાં થઈ છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગામી કાર્યવાહી હાથ ધરી છે.