કર્ણાટક: ફ્લોર ટેસ્ટ પહેલાં સ્પીકરની પસંદગી પણ યેદિયુરપ્પા માટે મોટો પડકાર - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કર્ણાટક: ફ્લોર ટેસ્ટ પહેલાં સ્પીકરની પસંદગી પણ યેદિયુરપ્પા માટે મોટો પડકાર

કર્ણાટક: ફ્લોર ટેસ્ટ પહેલાં સ્પીકરની પસંદગી પણ યેદિયુરપ્પા માટે મોટો પડકાર

 | 10:23 am IST

કર્ણાટકમાં સતત ચાલી રહેલા વિવાદ પછી આખરે બીએસ યેદિયુરપ્પાએ પોતાના મુખ્યમંત્રી પદ માટેના શપથ ગ્રહણ કરી લીધા છે. જે પછી હવે તેમના માટેની આગળની યાત્રા સરળ રહેશે નહીં. હવે તમામ નજર વિધાનસભામાં યોજાનાર ફ્લોર ટેસ્ટ પર રહેશે. જેના માટે રાજ્યપાલ વજુભાઈ વાળા તરફથી 15 દિવસ માટેનો સમય આપવામાં આવ્યો છે.

પરંતુ આ ફ્લોર ટેસ્ટ પહેલા પણ સૌથી મહત્વનું હશે વિધાનસભા સ્પીકરની પસંદગી. નવા વિધાનસભા સ્પીકરની ચૂંટણીથી ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે. ભાજપ અને કોંગ્રેસ-જેડીએસ બંને પક્ષો પાસે આગામી સ્પીકર માટેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. કારણ કે ફ્લોર ટેસ્ટનો દારમોદાર મોટેભાગે સ્પીકરના હાથમાં જ રહેતો હોય છે.

આ તરફ ભાજપ માટે જરૂરી બની ગયું છે કે સ્પીકર તેમની પસંદગીનો જ હોય છે. ભાજપને આશા છે કે કેટલાક ધારાસભ્યો રાજીનામું આપશે અથવા તો ભાજપ તરફથી વોટિંગ કરશે. જેના કારણે ભાજપને ખોટ પડેલ 8 બેઠકો મેળવી શકાશે.

મોટેભાગે સ્પીકરની પસંદગી માટે તમામ પક્ષો એકમત થતાં હોય છે પરંતુ હાલની સ્થિતિમાં કર્ણાટકમાં તેમ થવું શક્ય લાગી રહ્યું નથી. જોકે ભાજપ પાસે સૌથી મોટી સંખ્યામાં ધારાસભ્યો હોવાના કારણે તે પોતાનો પક્ષ અહીં પણ આગળ રાખી શકે છે. વિધાનસભામાં અંતિમ નિર્ણય લેવાની તમામ સત્તા સ્પીકરના હાથમાં હોય છે તે સ્થિતિમાં જો ફ્લોર ટેસ્ટમાં સ્પીકરની ભૂમિકા મહત્વની બની રહેશે.

આ તરફથી કોંગ્રેસ અને જેડીએસ પણ પોતાનો પક્ષ રાખવા માટે સ્પીકરની પસંદગીનો મુદ્દો પોતાના પક્ષમાં રહે તેવા પ્રયત્ન કરશે. જો કે અઘાઉ ઘણી વખત ધારાસભ્યો માટે વ્હિપના વિરૂધ્ધ મતદાન કરવા અંગે સ્પીકરે ચુકાદો આપવો પણ અનિવાર્ય રહેતો નથી. તેથી કર્ણાટકમાં રાજકીય રંગ જોવાનો રહેશે. કોંગ્રેસ અને ભાજપ બંને આ મુદ્દા પર પણ પોતાની લડત હવે આગામી સમયમાં ચાલું કરશે તો નવાઇ નહીં.