કર્ણાટક પેટાચૂંટણી : કોંગ્રેસ-JDSની દિવાળી સુધરી, BJPનો કારમો રકાસ

કર્ણાટકમાં લોકસભાની ત્રણ અને વિધાનસભાની બે બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના આજે પરિણામો જાહેર થઈ રહ્યાં છે. મતગણતરી ચાલી રહી છે. જેમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન ફરી એકવાર બાજી મારી છે. જ્યારે ભાજપને નિરાશા સાંપડી છે. આ ચૂંટણીમાં મુખ્યમંત્રી કુમારસ્વામીની પત્ની અને પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાના દિકરાએ પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.
કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધને સપાટો બોલાવતા 5 માંથી 4 બેઠકો જીતી લીધી છે. તો ભાજપના ભાગે માત્ર એક જ બેઠક આવી છે.
Karnataka: Congress members and workers celebrate outside party office in Bengaluru. Congress-JD(S) alliance is leading on 4 out of 5 seats in #KarnatakaByElection2018 pic.twitter.com/FulEjChHX1
— ANI (@ANI) November 6, 2018
લોકસભાની ત્રણ બેઠકોમાં શિમોગા, બેલ્લારી અને માંડ્યાનો સમાવેશ થાય છે. જ્યારે વિધાનસભાની બે બેઠકો રામનગર અને જારમંડી છે. અહીં ગત શનિવારે પેટાચૂંટણી યોજાઈ હતી.
Karnataka: JD(S) workers celebrate in Ramanagaram. JDS' Anitha Kumaraswamy is leading by 1,00,246 votes in the assembly seat. Congress-JD(S) alliance is leading on 4 out of 5 seats in #KarnatakaByElection2018 pic.twitter.com/4s1RAZ6vfU
— ANI (@ANI) November 6, 2018
#FLASH JDS' Anitha Kumaraswamy wins Ramanagaram assembly seat with a margin of 109137 votes. #KarnatakaByElection2018
— ANI (@ANI) November 6, 2018
લ્લારી લોકસભા અને જારમંડી વિધાનસભા કોંગ્રેસ અંકે કરી છે. તો માંડ્યા લોકસભા જેડીએસ એ જીત નોંધાવી છે. તો મનગર વિધાનસભા બેઠક પરથી કુમારસ્વામીના પત્ની અનિતાએ જીત નોંધાવી છે. તો કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા યેદિયુરપ્પાના પુત્ર રાઘવેંન્દ્ર યેદિયુરપ્પા શિમોગા લોકસભા બેઠક પર 52148 મતોથી વિજય થયો છે.
#KarnatakaByElection2018: JDS' Anitha Kumaraswamy wins Ramanagaram assembly seat with a margin of 109137 votes and Congress's AS Nyamagouda wins Jamkhandi assembly seat by a margin of 39480 votes pic.twitter.com/6SxNEhDbk7
— ANI (@ANI) November 6, 2018
પેટાચૂંટણીને કોંગ્રેસ-જેડીએસના સત્તારૂઢ ગઠબંધનની લોકપ્રિયતાની પરીક્ષા તરીકે જોવામાં આવી રહી છે. જેમાં તે સફળ થતી નજરે પડે છે. તો યેદિયુરપ્પા શિવમોગામાં પોતાની આબરૂ બચાવવામાં સફળ થશે તેમ લાગી રહ્યું છે.
Karnataka: Congress workers celebrate outside the counting station in Bellary. Congress' candidate VS Ugrappa is leading by 184203 votes in the parliamentary seat. #KarnatakaByElection2018 pic.twitter.com/4y6l9ZqY8j
— ANI (@ANI) November 6, 2018
પેટાચૂંટણીમાં 67 ટકા મતદાન નોંધાયું હતું. ગત શનિવારે ચૂંટણી યોજાઈ હતી અને આજે સવારે 8 વાગ્યે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. મતગણતરીમાં કુલ 1, 248 કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ ચૂંટણીમાં કુલ 31 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના 5, જેડીએસના 2, કોંગ્રેસના 3 અને 21 અપક્ષ ઉમેદવારો શામેલ છે.