પીએમ મોદીની ફિટનેસ ચેલેન્જનો કુમારસ્વામીએ તરત જ આપ્યો વળતો જવાબ - Sandesh
  • Home
  • Featured
  • પીએમ મોદીની ફિટનેસ ચેલેન્જનો કુમારસ્વામીએ તરત જ આપ્યો વળતો જવાબ

પીએમ મોદીની ફિટનેસ ચેલેન્જનો કુમારસ્વામીએ તરત જ આપ્યો વળતો જવાબ

 | 4:23 pm IST

પીએમ મોદીના ફિટનેસ ચેલેન્જ પર કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીએ તરત જ જવાબ આપ્યો છે. કુમારસ્વામીએ પોતાન આરોગ્ય અંગે ચિંતા દર્શવવા બદલ પીએમ મોદીનો આભારમાની તેમને ટોન્ટ મારતા કહ્યું હતું કે,તેમને પોતાની ફિટનેસ કરતા રાજ્યની ફિટનેસની વધુ ચિંતા છે. અને આ સાથે જ કર્ણાટકની ફિટનેસ સુધારવા માટે પીએમ મોદી પાસેથી સમર્થન પણ માગી લીધુ છે.

બુધવારે સવારે પીએમ મોદીએ પોતાના ટ્વિટર હેલન્ડલર પરથી કસરત અને પ્રાણાયમ કરતો વીડિયો પોસ્ટ કર્યો અને ત્યાર બાદ બીજા ટ્વિટમાં કર્ણાટકના સીએમ કુમારસ્વામી, ટેબલ ટેનિસ ખેલાડી માનિક બત્રા અને દેશના તમામ 40ની ઉંમરથી વધુ વયના IPS અધિકારીને ફિટનેસ ચેલેન્જ આપી હતી.

જેના પર પ્રતિઉત્તર આપતાં કુમારસ્વામીએ લખ્યું કે, પ્રિય મોદી જી! મારા આરોગ્યની ચિંતા કરવા બદલ હું તમારો આભાર માનું છું. હું એ પણ માનું છું કે ફિઝિલકલ ફિટનેસ ખૂબ જ જરૂરી છે. તેનું સમર્થન પણ કરું છું. યોગા અને ટ્રેડ મિલ મારા દૈનિક વર્કઆઉટનો ભાગ છે. જોકે તેના કરતા મહત્વનું મારા માટે મારા રાજ્યનું ફિટનેસ છે. તેને લઈને હું વધુ ચિંતિત છું અને કર્ણટકની ફિટનેસ સુધારવા માટે તમારું સમર્થન માગુ છું.

જો કે વાસ્તવમાં આ ચેલન્જની શરૂઆત કેન્દ્રીયમંત્રી રાજ્યવર્ધન રાઠોડે પોતાના ટ્વિટર હેન્ડલર પરથી કરી હતી. જે બાદ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આ ચેલન્જ પીએમ મોદીને પણ આપી હતી. જેના જવાબમાં પીએમ મોદીએ કસરતનો વીડિયો મુકી પોતાના રાજકીય વિરોધી કુમારસ્વામીને પણ ચેલેન્જ કરી હતી. જેના જવાબમાં કર્ણાટકના સીએમ કુમારીસ્વામીએ પણ જવાબ આપ્યો હતો.