કર્ણાટક કોંગ્રેસમાં ઉકળતો ચરુ, અનેક ધારાસભ્યો BJPમાં શામેલ થઈ શકે છે - Sandesh
  • Home
  • Featured
  • કર્ણાટક કોંગ્રેસમાં ઉકળતો ચરુ, અનેક ધારાસભ્યો BJPમાં શામેલ થઈ શકે છે

કર્ણાટક કોંગ્રેસમાં ઉકળતો ચરુ, અનેક ધારાસભ્યો BJPમાં શામેલ થઈ શકે છે

 | 12:05 pm IST

કર્ણાટકમાં મંત્રીમંડળના વિસ્તરણ બાદ કોંગ્રેસમાં વ્યાપી રહેલો અસંતોષ મોટું સ્વરૂપ લઈ શકે છે. પાર્ટીના જે ધારાસભ્યોને મંત્રીમંડળમાં શામેલ નથી કરવામાં આવ્યાં તેમણે કર્ણાટક કોંગ્રેસના પ્રભારી કેસી વેણુગોપાલ અને ઉપમુખ્યમંત્રી જી પરમેશ્વર સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આ અસંતુષ્ઠ ધારાસભ્યોમાંથી કેટલાક ભાજપના સંપર્કમાં છે અને કેટલાકે તો લગભગ કોંગ્રેસ છોડવાનું મન બનાવી લીધું છે.

કોંગ્રેસના ધારાસભ્ય એચએમ રેવન્નાએ સ્પષ્ટ કહી દીધું છે કે, તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે વાતચીત કરી રહ્યાં છે અને તેઓ ભાજપમાં શામેલ થઈ શકે છે. ભાજપ તરફથી પણ આ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે. આ ધારાસભ્યોનું કહેવું છે કે, કેસી વેણુગોપાલ અને ઉપમુખ્યમંત્રી જી પરમેશ્વરે તેમની ભૂમિકા યોગ્ય રીતે નિભાવી નથી.

વિભાગોની ફાળવણી પર નજર

જોકે, પાર્ટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાર્ટી હાઈકમાંડ વિરોધી સૂર ઉંચા કરનારા નેતાઓ પર નજર રાખી રહ્યું છે અને ભવિષ્યમાં તેમના માટે મંત્રીપદ મેળવવું વધારે મુશ્કેલ થઈ શકે છે. પાર્ટી મંત્રીઓમાં વિભાગોની ફાળવણીને લઈને પણ નજર રાખી રહી છે. એક સીનિયર કાર્યકર્તાના જણાવ્યા પ્રમાણે શુક્રવાર સુધીમાં આંતરીક વિરોધ થાળે પડી શકે છે. ત્યાર બાદ વિભાગોની ફાળવણી કરવામાં આવશે.

જોકે અનેક કાર્યકર્તાઓ શાંત થવાના મૂડમાં નથી. ત્યાં સુધી કે એચએમ રેવન્નાએ તો સ્પષ્ટ જણાવી દીધું છે કે, તે ભાજપના નેતાઓ સાથે વાતચીત કરી રહ્યાં છે અને ભાજપમાં શામેલ થઈ શકે છે. ભાજપે પણ આ વાતને લઈને ખુલાસો કર્યો છે.

એમબી પાટિલના ઘરે મહત્વપૂર્ણ બેઠક

બીજી બાજુ એમબી પાટિલના ઘરે ગઈ કાલે મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં તમામ નારાજ ધારાસભ્યો શામેલ થયાં હતાં. આ બેઠકમાં એમટીબી નાગરાજ, સતીશ ઝારખોલી, કે સુધાકર અને રોશન બેગ પણ શામેલ થયાં હતાં. ઝારખોલીએ બેઠક બાદ જણાવ્યું હતું કે, અનેક નેતાઓએ પાર્ટીને મજબુત કરવા છતાંયે તેમને મંત્રીપદ ના આપવાથી તેઓ નારાજ હતાં, માટે જ આ મામલે ચર્ચા કરવામાં આવી.