11 વર્ષની બાળકીની આંખોમાંથી નિકળે છે કિડીઓ, ડોક્ટરો પણ અચંભામાં - Sandesh
NIFTY 9,998.05 -116.70  |  SENSEX 32,596.54 +-409.73  |  USD 65.0050 -0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • 11 વર્ષની બાળકીની આંખોમાંથી નિકળે છે કિડીઓ, ડોક્ટરો પણ અચંભામાં

11 વર્ષની બાળકીની આંખોમાંથી નિકળે છે કિડીઓ, ડોક્ટરો પણ અચંભામાં

 | 11:52 am IST

દક્ષિણ કર્ણાટક જીલ્લામાં એક આશ્ચર્ય પમાડનારી ઘટના સામે આવી છે. અહીં એક 11 વર્ષની બાળકીની ડાબી આંખમાંથી સતત મરેલી કિડીઓ નિકળી રહી છે. છેલ્લા 10 દિવસથી આ વિચિત્ર બિમારીથી પીડિત છે જેને જોઈને ડોક્ટર પોતે જ હેરાન છે.

11 વર્ષની આ બાળકીનું નામ અશ્ચિની છે. તેની આંખોમાંથી અત્યાર સુધીમાં 60 કિડીઓ નિકળી ચુકી છે.

દક્ષિણ કન્નડ જીલ્લાના વેનુરૂ નજીક આવેલા એક ગામની રહેવાસી અશ્ચિનીની એક આંખમાંથી થોડા સમય પહેલા અચાનક જ મરેલી કિડીઓ નિકળવા લાગી હતી. જેના કારણે અશ્ચિનીને આંખોમાં ખુબ જ બળતરા અને દુ:ખાવો થવા લાગ્યો. આંખમાંથી પાણી નિકળવા લાગ્યું. આ ઘટનાક્રમથી હેરાન અને દુ:ખી માતાપિતા અશ્વિનીની એક જ્યોતિષ પાસે લઈ ગયાં હતાં.

જ્યોતિષે કહ્યું હતું કે, બાળકીનો પરિવાર નાગદોષથી પીડિત છે. જેના કારણે તેની આંખોમાંથી મરેલી કિડીઓ નિકળી રહી છે.

જ્યારે ડોક્ટરોનું કહેવું છે કે અશ્વિની જ્યારે ઉંઘી જાય છે ત્યારે કિડીઓ તેના કાનમાં ઘુસી જાય છે અને ત્યાર બાદ તે તેની આંખોમાંથી નિકળે છે. ડોક્ટરોએ અશ્વિનીની આંખોમાં આઈડ્રોપ્સ લગાવ્યાં હતાં તેમ છતાં પણ સમસ્યા યથાવત જ છે. આમ હાલ તો અશ્વિનીની બિમારી ડૉક્ટરો માટે પણ કોયડો સાબિત થઈ રહી છે. અશ્ચિની નલિનગિરી સરકારી શાળામાં 5માં ધોરણમાં અભ્યાસ કરે છે.