Karnataka eight persons Death in road accident jeep hit lorry
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કર્ણાટકમાં જીપ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, 8 લોકોનાં દર્દનાક મોત

કર્ણાટકમાં જીપ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, 8 લોકોનાં દર્દનાક મોત

 | 10:03 am IST
  • Share

કર્ણાટકના (Karnataka) ચિક્કાબલ્લાપુર જિલ્લામાં રવિવારે એક જીપ અને ટ્રકની ટક્કર થઈ હતી, જેમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે 6 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે બે વ્યક્તિઓ હોસ્પિટલ જતા રસ્તામાં મૃત્યુ પામ્યા હતા. જીપ અને ટ્રક સામસામે ટકરાયા હતા. પોલીસે માહિતી આપી હતી કે આ અકસ્માત જીપ ચાલકની બેદરકારી અને નિયંત્રણ ગુમાવવાને કારણે થયો છે.

ચીક્કાબલ્લાપુર પોલીસે જણાવ્યું હતું કે જીપમાં કથિત રીતે 15 લોકો હતા. આ જીપ શ્રીનિવાસપુરા તાલુકાના રાયલપાડુથી ચિંતામણી તાલુકા તરફ જઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો. આ અથડામણમાં ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા હતા અને 6 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર જીપમાં બે બાળકો પણ હતા. તમામ પીડિતો ચીક્કાબલ્લાપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના હતા. ટ્રક સાથે અથડામણને કારણે જીપ હવામાં ફંગોળાઇ હતી અને ભારે નુકસાન થયુ હતુ.

જીપમાં 15 લોકો સવાર હતા

એક સ્થાનિકે જણાવ્યું હતું કે ગામોમાં બસની સુવિધાના અભાવને કારણે, જીપ સલામતીના ધોરણોને અવગણીને મોટી સંખ્યામાં મુસાફરોને લઈ જાય છે અને આરટીઓ ભાગ્યે જ ઓવરલોડિંગ પર પગલાં લે છે. જેડી (એસ) ના ધારાસભ્ય એમ કૃષ્ણા રેડ્ડીને ઘટનાની માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે આ ઘટના માટે આરટીઓ અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન