અધૂરો ઘડો છલકાયો!! ઉદય ચોપરાએ કર્ણાટક ઈલેક્શન અંગે કર્યો બફાટ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • અધૂરો ઘડો છલકાયો!! ઉદય ચોપરાએ કર્ણાટક ઈલેક્શન અંગે કર્યો બફાટ

અધૂરો ઘડો છલકાયો!! ઉદય ચોપરાએ કર્ણાટક ઈલેક્શન અંગે કર્યો બફાટ

 | 5:23 pm IST

કર્ણાટક ઈલેક્શનના પરિણામ પર મંગળવારે દરેક ભારતીયની નજર રહી હતી. દરેક કોઈ દિલચસ્પીથી ટીવી ચેનલોના પરિણામ પર નજર રાખીને બેસ્યુ હતું. સાંજ થતા જ બીજેપી 104 સીટની સાથે આગળ દેખાઈ, તો હજી પણ કર્ણાટકમાં કોની સરકાર બનશે, તેના પર સસ્પેન્સ બનેલું છે. કારણ કે, કોંગ્રેસ અને જેડીએસ મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરવાની વાત સામે આવી રહી છે.

મીડિયાથી લઈને સોશિયલ મીડિયા પર આ વાતની ચર્ચા ચાલી રહી છે, કોની સરકાર બનશે. આવામાં એક્ટર ઉદય ચોપરાએ ટ્વિટ કરી છે. તેણે બીજેપીની સરકાર બનશે તે દિશામાં ઈશારો કરતી ટ્વિટ કરી છે. તેણે ટ્વિટમાં લખ્યું કે, મેં હાલ કર્ણાટકના રાજ્યપાલ વિશે ગૂગલમાં સર્ચ કર્યું, તો બીજેપી અને આરએસએસ સાથે જોડાયેલા રહ્યાં છે. મને લાગે છે કે બધાને ખબર છે કે, શું થશે.

હકીકતમાં ઉદયનો ઈશારો કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાના નિર્ણય પર હતો. વજુભઆઈ પોતાના વિવેકથી બંને પાર્ટીઓ, બીજેપી કે કોંગ્રેસ-જેડીએસમાંથી કોઈ એક પાર્ટીને કોઈ એક પાર્ટીને સરકાર બનાવવા નિમંત્રણ આપશે. ઉલ્લેખનીય છે કે, વજુભાઈ બીજેપીના સદસ્ય અને ગુજરાત કેબિનેટના મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ આરએસએસ સાથે પણ જોડાયલા હતા. ઉદયનો ઈશારો આ વાત પર જ હતો, કે આવામાં દરેક કોઈ જાણે છે કે, શું થવાનં છે.

જોકે, આ ટ્વિટ બાદ ઉદય ચોપરા ટ્વિટર પર ટ્રોલ થયો હતો. કોઈ તેને કાયદો સમજાવવા લાગ્યા તો કોઈ બોલિવુડના લોકોને પોલિટિક્સ વિશે ન બોલવાની સલાહ આપી હતી. અનેક લોકો તો કોમેન્ટ્સમાં ઉદય માટે મીમ્સ પોસ્ટ કરવા લાગ્યા છે. એક યુઝરે ઉદય ચોપરાને બોલિવુડનો રાહુલ ગાંધી બતાવ્યો હતો.

લોકોએ ટ્રોલ કરવા પર ઉદયે બીજી ટ્વિટ કરીને લખ્યું કે, મારી ટાઈમલાઈન પર આટલા બધા ટ્રોલ. હું એક ભારતીય છું, અને મારા દેશ વિશે ચિંતા કરું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન